શોધખોળ કરો
Advertisement
સતત ક્વૉરન્ટાઇનમાં રહેવાને લઇને કયો ઘાતક બૉલર ગિન્નાયો, બાયૉ બબલના નિયમથી શું નુકશાન થયાની વાત કહી, જાણો વિગતે
આ કડીમાં હવે ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બૉલર અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ટ્રેન્ટ બૉલ્ટે અવાજ ઉઠાવ્યો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેર વચ્ચે બાયૉ બબલે ક્રિકેટની વાપસીમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે, પરંતુ વોર્નર, સ્ટાર્કે બાયૉ બબલમાં લાંબો સમય સુધી રહેવાથી થતા નુકશાન પર ચિંતા વ્યક્ત કરી, આ પછી એક પછી ક્રિકેટર બાયૉ બબલ પર પોતાનો ગુસ્સો અને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. આ કડીમાં હવે ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બૉલર અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા ટ્રેન્ટ બૉલ્ટે અવાજ ઉઠાવ્યો છે.
બૉલ્ટે કહ્યું કે, સતત ક્વૉરન્ટાઇનમાં રહેવુ સહનીય નથી. બાયૉ બબલ બેશક ક્રિકેટરો માટે સુરક્ષિત માહોલ તૈયાર કરી રહ્યું છે. પરંતુ આ માટે ખેલાડીઓએ એક મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. બૉલ્ટે કહ્યું- ન્યૂઝીલેન્ડમાં વાપસી બાદ તમારે બે અઠવાડિયા સુધી એક હૉટલમાં પુરાઇને રહેવુ પડે, અને બાદમાં જ તમને બહાર જવા દેવામાં આવશે. આ એકદમ મુશ્કેલ સ્થિતિ છે, જે ખેલાડીઓને અનુભવવી પડે છે. આઇપીએલ રમવા વિશે વાત કરતા બૉલ્ટે કરતા કહ્યું કે મેદાન પર વાપસી કરવી શાનદાર રહી, અને પ્રત્યેક માટે ક્રિકેટ જોવા માટે કંઇક શાનદાર રહ્યુ હતુ, આખી દુનિયાએ આને જોઇ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા વિરાટ કોહલી અને કગિસો રબાડાએ પણ બાયૉ બબલ સામે વિરોધ નોંધાવ્યો હતો, આનાથી થતા માનસિક તણાવ વિશે બન્નેએ વાત કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement