Maharashtra Premier League Auction 2023: નૌશાદ શેખ બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલ્હાપુર ટસ્કર્સે કેટલા રુપિયામાં ખરીદ્યો
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (Maharashtra Premier League)ની પ્રથમ સિઝન માટે આજે પુણેમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Maharashtra Premier League 2023: મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (Maharashtra Premier League)ની પ્રથમ સિઝન માટે આજે પુણેમાં ખેલાડીઓની હરાજી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીમાં મહારાષ્ટ્ર રણજી ટીમના ખેલાડી નૌશાદ શેખને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી. કોલ્હાપુર ટસ્કર્સે 6 લાખ રૂપિયામાં નૌશાદને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 6 ફ્રેન્ચાઈઝી ભાગ લઈ રહી છે.
મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સર્વોચ્ચ સમિતિ દ્વારા આ 6 ફ્રેન્ચાઈઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. પુનેરી બાપ્પા જેના આઇકોન પ્લેયર રુતુરાજ ગાયકવાડ છે. બીજી ટીમ કોલ્હાપુર ટસ્કર્સ છે અને તેનો આઇકોન પ્લેયર કેદાર જાધવ છે. ત્રીજી ટીમ ઇગલ નાશિક ટાઇટન્સ છે અને તેનો આઇકોન ખેલાડી રાહુલ ત્રિપાઠી છે. બીજી તરફ, ચોથી ટીમ છત્રપતિ સંભાજી કિંગ્સ છે અને તેના આઇકોન ખેલાડી તરીકે રાજવર્ધન હંગરગેકરની પસંદગી કરવામાં આવી છે. 5મી ટીમ રત્નાગીરી જેટ્સ છે, જેના આઇકોન પ્લેયર અઝીમ કાઝી છે. છઠ્ઠી ટીમ સોલાપુર રોયલ્સ છે જેનો આઇકોન પ્લેયર વિકી ઓસતવલ છે.
31 વર્ષીય નૌશાદ શેખની વાત કરીએ તો તે હવે ઘરેલુ ક્રિકેટમાં 45 T20 મેચ રમી ચૂક્યો છે. નૌશાદે આમાં 28.54ની એવરેજથી 942 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 123.78 હતો અને તે 5 અડધી સદીની ઈનિંગ્સ પણ રમી શક્યો હતો. નૌશાદ ઓફ સ્પિન બોલર પણ છે અને તેણે અત્યાર સુધી T20 ક્રિકેટમાં 18.58ની એવરેજથી 12 વિકેટ લીધી છે.
એમપીએલની પ્રથમ સિઝન 15 થી 29 જૂન દરમિયાન રમાશે
મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ(Maharashtra Premier League)ની પ્રથમ સિઝન 15 થી 29 જૂન દરમિયાન યોજાશે. પ્રથમ સિઝનની તમામ મેચોનું આયોજન ગહુંજે સ્ટેડિયમમાં કરવામાં આવશે. જ્યારે સીઝનની મધ્યમાં મહિલા ટીમોની 3 પ્રદર્શન મેચનું પણ આયોજન કરવામાં આવશે. એમપીએલની પ્રથમ સીઝન માટે, હરાજીની પ્રક્રિયામાં 300 થી વધુ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રણજી રમતા ખેલાડીઓને બેઝ પ્રાઈસમાં 60 હજાર રૂપિયા. અંડર-19 અને બી ગ્રુપના ખેલાડીઓને 40,000 રૂપિયાની બેઝ પ્રાઈઝ આપવામાં આવી હતી જ્યારે સી ગ્રુપમાં સામેલ ખેલાડીઓને 20,000 રૂપિયાની બેઝ પ્રાઈઝ આપવામાં આવી હતી. તમામ 6 ફ્રેન્ચાઇઝીઓને 20 લાખ રૂપિયાની પર્સ મની આપવામાં આવી હતી, જેમાં તેઓ પોતાની ટીમમાં વધુમાં વધુ 16 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે અને 2 અંડર-19 ખેલાડીઓ હોવા ફરજિયાત છે.