![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Champions Trophy: જય શાહ ICCના અધ્યક્ષ બન્યા ત્યારે પાકિસ્તાનના તેવર બદલાયા, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ખાસ અપીલ
ICC Champions Trophy 2025: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? આ વિષય પર આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહને ખાસ અપીલ કરવામાં આવી છે.
![Champions Trophy: જય શાહ ICCના અધ્યક્ષ બન્યા ત્યારે પાકિસ્તાનના તેવર બદલાયા, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ખાસ અપીલ new icc chairman jay shah should show sportsman spirit by sending india to pakistan play champions trophy 2025 says pakistan legend younis khan read article in Gujarati Champions Trophy: જય શાહ ICCના અધ્યક્ષ બન્યા ત્યારે પાકિસ્તાનના તેવર બદલાયા, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ખાસ અપીલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/8a5beffec036020503eab8f60998b23f17249366095551050_original.avif?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India participation Champions Trophy 2025 Jay Shah ICC Chairman: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. આ આગામી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ICCએ શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી ભારત પાકિસ્તાન સાથે રમવા જઈ રહ્યું છે તે અંગે કોઈ સ્પષ્ટ સ્ટેન્ડ સામે આવ્યું નથી. જય શાહને તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 1 ડિસેમ્બરથી શરૂ થશે. હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી યુનુસ ખાને જય શાહને ખાસ અપીલ કરી છે.
જય શાહ, ખેલદિલી...
યુનિસ ખાનનું માનવું છે કે આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા બાદ જય શાહે ખેલદિલી બતાવવી જોઈએ. તેણે કહ્યું, "જય શાહ ICCના અધ્યક્ષ બન્યા પછી, ક્રિકેટની રમત વધુ સારી સ્થિતિમાં જવી જોઈએ. જય શાહે અહીં સારી ખેલદિલી બતાવવી જોઈએ. એક અધ્યક્ષ તરીકે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવે તો એક સારી પહેલ હશે. બીજું, અને પાકિસ્તાનની ટીમે ભારત રમવા જવું જોઈએ.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન છેલ્લા બે દાયકામાં ઘણી વખત સામસામે આવી ચૂક્યા છે, પરંતુ ભારતીય ટીમ 2008ના એશિયા કપ પછી સીમા પાર ક્રિકેટ રમવા ગઈ નથી. યુનિસ ખાન સ્પષ્ટપણે કહે છે કે જય શાહ હવે બીસીસીઆઈ સેક્રેટરી રહેશે નહીં અને આઈસીસી અધ્યક્ષ હોવાને કારણે તેણે ક્રિકેટની મદદથી દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
સૂચિત સમયપત્રકમાં ભારતની મેચો
ICCએ થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રસ્તાવિત શેડ્યૂલને મંજૂરી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. શેડ્યૂલ મુજબ, ભારતને બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચે છે તો પણ તેની મેચ લાહોરમાં જ રમાશે.
એવામાં હવે સવાલ એ છે કે શું ભારત પાકિસ્તાનમાં રમવા જશે કે નહીં, આગાઉ આ મુદ્દે ભારતે પાકિસ્તાન રમવા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. હવે એવામાં ભારતીય ક્રિકેટ અધ્યક્ષ જય શાહ તાજેતરમાં આઇસીસીના અધ્યક્ષ પદે ચૂંટાયા છે. હવે જોવાનું એ રહેશે કે શું ભારત પાકિસ્તાન રમવા માટે જશે કે નહીં?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)