Gujarat Titansના logoને ફ્રેન્ચાઇઝીએ કર્યો રિલીઝ, જુઓ કેવો છે IPLની નવી ટીમનો લૉગો
આઇપીએલ 2022ની સિઝન લખનઉ અને અમદાવાદની ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ હશે. જ્યારે અમદાવાદની ટીમનુ નામ ગુજરાત ટાઇટન્સ રાખવામાં આવ્યુ છે.
Gujarat Titans logo: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 15 સિઝનમાં 10 ટીમો રમતી દેખાશે. આ વખતે લખનઉ અને અમદાવાદની ફ્રેન્ચાઇઝી પણ આઇપીએલ રમતી દેખાશે. આઇપીએલ 2022 માટે મેગા ઓક્શન થઇ ચૂક્યુ છે, પરંતુ અત્યાર સુધી અમદાવાદ બેઝ્ડ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ પોતાનો લૉગો ન હતો રિલીઝ કર્યો, હવે તેને ઓફિશિયલી રિલીઝ કરી દેવામા આવ્યો છે, જુઓ તમે પણ............
આઇપીએલ 2022ની સિઝન લખનઉ અને અમદાવાદની ટીમ આ ટૂર્નામેન્ટનો ભાગ હશે. લખનઉની ટીનુ નામ લખનઉ સુપર જાયન્ટ્સ છે, જ્યારે અમદાવાદની ટીમનુ નામ ગુજરાત ટાઇટન્સ રાખવામાં આવ્યુ છે.
🏃🏃♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022
ખાસ વાત છે કે લખનઉ ટીમનુ નામ અને લૉગ પહેલાથી જ સામે આવી ચૂક્યુ હતુ, પરંતુ હવે ગુજરાતની ટીમનો લૉગો સામે આવ્યો છે.
ગુજરાત ટાઈટન્સની ટીમ
હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટીયા,નૂર અહમદ, આ સાઈકિશોર, ડિમોનિક ડ્રેક્સ, જયંત યાદવ, વિજય શંકર, દર્શનાલ કાંડે, યશ ધૂલે, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યૂ વેડ, ગુરક્રિત સિંહ, વરૂણ એરોન, બી સાઈ સુદર્શન
દિગ્ગજો બન્યા કૉચ અને મેન્ટર -
ગુજરાત ટાઇટન્સની સાથી ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આશીષ નેહરા કૉચ તરીકે જોડાયા છે. જ્યારે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડનારા કૉચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર બનીને સાથે રહેશે. આ ઉપરાંત વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટ રહેશે.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત