શોધખોળ કરો
Advertisement
કોરોનાનો ખૌફઃ મુંબઈ ઇન્ડિયન્સના આ ખેલાડીની પત્ની ઘર છોડીને પિયર જતી રહી, ચિઠ્ઠીમાં લખ્યું કે.....
કોરોના વાયરસનો ભોગ બનેલ લોકોને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવે છે. તેમને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ તેના પિરવારના સભ્યોથી પણ દૂર રહેવું પડે છે.
નવી દિલ્હીઃ મહામારીનું રૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસ લોકોના જીવ તો લઈ રહ્યા છે પરંતુ તેનાથી અલગ બીજી સમસ્યા પણ ઉભી થઈ છે, જેનો સામનો કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. આવી જ મુશ્કેલી ન્યૂઝીલને્ડ ક્રિકેટર મિચેલ મેક્લિનઘન અને તેની પત્નીની સામે આવી છે. ત્યાર બાદ પત્ની ઘર છોડીને પિયર જતી રહી છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં 6 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે.
કોરોના વાયરસનો ભોગ બનેલ લોકોને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવે છે. તેમને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ તેના પિરવારના સભ્યોથી પણ દૂર રહેવું પડે છે. આ જ કારણ છે કે મિચેલ મેક્લિનઘનની પત્ની ઘર છોડીને ચાલી ગઈ છે.
મિચેલ મેક્લિનઘન થોડા દિવસ પહેલા સુધી પાકિસ્તાનમાં હતો. અહીં તે પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લઈ રહ્યો હતો. કોરોના વાયરસના પ્રકોપ બાદ મેક્લિનઘન સ્વદેશ પરત ફર્યો છે. ન્યૂઝીલેન્ડે વિદેશથી પરત ફરી રહેલ લોકો માટે 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેશન પોલિસી લાગુ કરી દીધી છે. તે અંતર્ગત મિચેલે પણ ખુદને અલગ રાખાનો નિર્ણય કર્યો છે.
મિચેલ મેક્લિનઘન જ્યારે ઘર પહોંચ્યો ત્યારે એક નોટ મળી. આ નોટ મિચેલની પત્નીએ લખી હતી, જે તેના ઘર પહોંચવા પહેલા જ પિયર જતી રહી હતી. મિચેલ મેક્લિનઘને ટ્વીટ કરી તેની જાણકારી આપી. તેણે લખ્યું, ‘આઇસોલેશનમાં રહેવા માટે સીધા જ ઘરે આવ્યો છું. અહીં મને આ નોટ મળી, જે પત્નીએ લખી છે. તે પોતાના માતા પિતા સાથે રહેવા માટે પિયર ગઈ છે. તેણે લખ્યું છે કે 14 દિવસ બાદ મળીશું.’
મિચેલ મેક્લિનઘનની પ્તનીએ નોટમાં લખ્યું છે, ‘આનાથી પણ ખરાબ થઈ શકે એમ હતું...અંતે તું તારી પત્ની સાથે તો ઘરમાં બંધ નથી. ખૂબ પ્રેમ.’ 33 વર્ષના મિચેલ મેક્લિનઘન પીએસએલમાં કરાચી કિંગ્સ માટે રમે છે. તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement