IND vs ENG: ટીમ ઈન્ડિયાનેે લાગ્યો 440 વોલ્ટનો ઝટકો, ઈગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાંથી બહાર સ્ટાર પ્લેયર
IND vs ENG 4th Test: ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે

IND vs ENG 4th Test: ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી સીરિઝમાંથી બહાર છે. નીતિશ ભારતીય ટીમ સાથે માન્ચેસ્ટર પહોંચ્યા હતા પરંતુ તેમણે રવિવારે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો ન હતો. નીતિશ શ્રેણીમાંથી બહાર હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે આકાશદીપ અને અર્શદીપ સિંહ ઘાયલ થયાના સમાચારે ટીમ ઇન્ડિયાને ચોંકાવી દીધી છે. નીતિશની ઇજા સંબંધિત સ્પષ્ટ માહિતી શેર કરવામાં આવી નથી.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, નીતિશ કુમાર રેડ્ડીને લિગામેન્ટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જોકે, BCCI એ હજુ સુધી આ વિષય પર કંઈ કહ્યું નથી. નીતિશની આ ઇજાને કારણે ટીમ ઇન્ડિયાને ચોક્કસપણે સારા પ્લેઇંગ ઇલેવન કોમ્બિનેશન તૈયાર કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચોથી ટેસ્ટ 23 જૂલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે.
એક તરફ આકાશદીપના ચોથી ટેસ્ટમાં રમવા પર પ્રશ્નાર્થ ચિહ્નો છે, જ્યારે અર્શદીપના ડાબા હાથમાં ટાંકા આવ્યા છે. અર્શદીપ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો, જ્યારે હવે નીતિશ સીરિઝમાંથી બહાર થઈ ગયો હોવાથી ભારતીય ટીમ પર સીરિઝ ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન અંશુલ કંબોજ માન્ચેસ્ટરમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે, પરંતુ પ્રશ્ન એ છે કે ભારતીય ટીમ તેની પ્લેઈંગ ઈલેવનમાં યોગ્ય સંતુલન કેવી રીતે લાવી શકશે.
બોલિંગ આક્રમણની વાત કરીએ તો ભારતીય ટીમમાં હાલમાં પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર બેન્ચ પર બેઠા છે. માન્ચેસ્ટરમાં વરસાદ દ્વારા ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે ટીમે ઘરની અંદર પણ પ્રેક્ટિસ કરી હતી. માન્ચેસ્ટરમાં આગામી આખા અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી શક્ય છે કે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ વરસાદથી રદ થઈ શકે.
તો બીજી તરફ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી મેચ રમાશે, જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં અર્શદીપના ટેસ્ટ ડેબ્યૂની જાણ કરવામાં આવી હતી. મોહમ્મદ સિરાજની જગ્યાએ તેને મેચમાં તક આપી શકાય હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુરુવારે નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલરને હાથ પર ઈજા થઈ છે. સાઈ સુદર્શન દ્વારા ફટકારવામાં આવેલા બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયો હતો. ફિઝિયોથેરાપિસ્ટ તેના હાથને ટાંકા મારતા જોવા મળ્યા હતા અને હવે એવું લાગે છે કે આ ઈજા તેને થોડા સમય માટે બહાર કરી દેશે.


















