શોધખોળ કરો

IND vs ENG: 'કરો યા મરો' મેચ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ 3 ખેલાડીઓ થયા ઘાયલ

IND vs ENG 4th Test: ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ચોથી ટેસ્ટ શુભમન ગિલ અને ટીમ માટે 'કરો યા મરો' જેવી છે. જો ઇંગ્લેન્ડ જીતશે તો ભારત આ શ્રેણી હારી જશે.

IND vs ENG 4th Test: ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે. ચોથી ટેસ્ટ 23 જુલાઈથી માન્ચેસ્ટર (ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ) માં રમાશે, જે યજમાન ટીમ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવા માંગશે. શુભમન ગિલ એન્ડ કંપની માટે આ 'કરો યા મરો' મેચમાં મોટો ઝટકો લાગ્યો છે, અર્શદીપ સિંહ બહાર થઈ ગયો છે. આકાશ દીપના રમવા પર શંકા છે.

તો બીજી તરફ ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ પહેલા ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી મેચ રમાશે, જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચમાં અર્શદીપના ટેસ્ટ ડેબ્યૂની જાણ કરવામાં આવી હતી. મોહમ્મદ સિરાજની જગ્યાએ તેને મેચમાં તક આપી શકાય હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગુરુવારે નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલરને હાથ પર ઈજા થઈ છે. સાઈ સુદર્શન દ્વારા ફટકારવામાં આવેલા બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તે ઘાયલ થયો હતો. ફિઝિયોથેરાપિસ્ટ તેના હાથને ટાંકા મારતા જોવા મળ્યા હતા અને હવે એવું લાગે છે કે આ ઈજા તેને થોડા સમય માટે બહાર કરી દેશે.

અખબારે એક સૂત્રને ટાંકીને કહ્યું કે, "તેના હાથમાં ટાંકા આવ્યા છે અને તે ચોથી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં, ભારતીય ટીમ જોશે કે તે પાંચમી ટેસ્ટ માટે તૈયાર છે કે નહીં." ભારતના સહાયક કોચ, રાયન ટેન ડોશેટે અગાઉ કહ્યું હતું કે, "બોલિંગ કરતી વખતે અર્શદીપને બોલ વાગ્યો હતો, સાઈને બોલ વાગ્યો હતો અને તેણે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તે ફક્ત એક કટ છે. આપણે જોવું પડશે કે કટ કેટલો ઉંડો છે. સ્વાભાવિક છે કે, મેડિકલ ટીમ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ છે અને તેને ટાંકા લેવાની જરૂર છે કે નહીં, તે આગામી થોડા દિવસો માટે અમારા આયોજન માટે મહત્વપૂર્ણ રહેશે."

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આકાશ દીપ પણ કમરના સ્નાયુઓમાં ખેંચાણને કારણે ટેસ્ટ માટે શંકાસ્પદ છે. જ્યારે તેઓ માન્ચેસ્ટર જવા રવાના થયા ત્યારે ટીમના નેટ સત્રમાં આ ઝડપી બોલરે બોલિંગ કરી ન હતી.

ઈજાથી ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

ભારત શ્રેણીમાં 2-1થી પાછળ છે અને ઇજાઓથી પ્રભાવિત થવાનો આ સૌથી ખરાબ સમય છે. જોકે અર્શદીપે હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, તે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે રોટેટ કરવા માટે વધુ સારો વિકલ્પ હતો. આ દરમિયાન, જો આકાશ દીપને પણ બહાર કરવામાં આવે છે, તો ભારતે પ્રસીદ્ધ કૃષ્ણા પાસે પાછા ફરવું પડશે, જે પ્રથમ બે ટેસ્ટમાં અસહજ દેખાતો હતો. તેણે ચાર ઇનિંગ્સમાં છ વિકેટ લીધી. કુલદીપ યાદવ બીજો વિકલ્પ છે પરંતુ સ્પિનર હાલમાં કોચ ગૌતમ ગંભીરની રણનીતિમાં હોય તેવું લાગતું નથી.

ઋષભ પંત ઈજા પણ ટીમ માટે ચિંતાનું કારણ

ભારત પહેલાથી જ ઋષભ પંતની ઉપલબ્ધતા અંગે ચિંતિત છે. લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરતી વખતે ડાબા હાથના વિકેટકીપરને આંગળીમાં ઈજા થઈ હતી. ટેન ડોશેટે કહ્યું કે જો તે વિકેટકીપિંગ ન કરી શકે તો તે બેટ્સમેન તરીકે રમશે, પરંતુ તેનો અર્થ એ થશે કે ભારતે કોઈક રીતે ધ્રુવ જુરેલને ટીમમાં લાવવો પડશે, અને એક બેટ્સમેનને બહાર રાખવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget