ટેસ્ટ સીરિઝ હાર બાદ Virat Kohliએ કહ્યું- બેટિંગે વધાર્યું છે ટેન્શન, કોઇ બહાનું ચાલશે નહી
વિરાટ કોહલીએ કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં સારુ પ્રદર્શન કર્યું પરંતુ તે આફ્રિકામાં સારુ પ્રદર્શન કરવાની ગેરન્ટી આપતું નથી.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું ફરી એકવાર તૂટ્યું છે. ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં હાર સાથે સીરિઝ 1-2થી ગુમાવી હતી. હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે જે બે મેચમાં અમને હાર મળી છે તેમાં 40-45 મિનિટ માટે અમે જે ખરાબ રમત રમી હતી તે સૌથી મોટું કારણ બન્યું છે. કોહલીએ સાથે જ બેટિંગ યુનિટને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. કોહલીએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ માટે આ સીરિઝ ખૂબ શાનદાર રહી છે. અમે પ્રથમ મેચમાં સારી રમત બતાવી અને જીતી પણ ખરી. પરંતુ બાદમાં સાઉથ આફ્રિકાએ બાઉન્સ બેક કર્યું. બીજી અને ત્રીજી મેચમાં સાઉથ આફ્રિકાએ સારી રમત બતાવી. સાઉથ આફ્રિકાએ મહત્વપૂર્ણ અવસર પર સારુ પ્રદર્શન કર્યું છે.
કોહલીએ કહ્યું કે વિદેશી પ્રવાસ પર અમારી સામે સૌથી મોટો પડકાર એ આવે છે કે અમે મોમેન્ટ્સને જાળવી શકતા નથી. જ્યાં અમે તેમ કરી શક્યા ત્યાં અમે જીત્યા છીએ. પરંતુ મેચમાં 40-45 મિનિટ એવી આવી જ્યાં અમે ખરાબ બેટિંગ કરી છે. વિરોધી ટીમે શાનદાર બોલિંગ કરી છે. ભારતની નિષ્ફળ બેટિંગને લઇને કોહલીએ કહ્યું કે આપણે તે તરફ ધ્યાન આપવું પડશે, તેમાં કોઇ બહાનું આપી શકો નહીં. અમે ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડમાં સારુ પ્રદર્શન કર્યું પરંતુ તે આફ્રિકામાં સારુ પ્રદર્શન કરવાની ગેરન્ટી આપતું નથી. જોકે, આપણે જોઇએ તો કેએલ રાહુલે ઓપનર તરીકે સારુ પ્રદર્શન કર્યું અને અંતમાં ઋષભ પંતે પણ સારી બેટિંગ કરી. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર મળી છે.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત