Malaika Arora Post on Love : બ્રેકઅપના અહેવાલ વચ્ચે હવે અર્જુન પછી મલાઇકાએ પણ તોડી ચૂપ્પી, જાણો શું કરી પોસ્ટ?
બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂરના બ્રેકઅપના અહેવાલો વચ્ચે હવે અર્જુન કપૂર પછી મલાઇકાએ પણ ચુપ્પી તોડી છે.
Malaika Arora Post: બોલીવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂરના બ્રેકઅપના અહેવાલો વચ્ચે હવે અર્જુન કપૂર પછી મલાઇકાએ પણ ચુપ્પી તોડી છે. અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે મલાઇકાએ એક પોસ્ટ કરી છે. જેમાં તેણે 40ની ઉંમરમાં થતાં પ્રેમને નોર્મલ ગણાવ્યો છે. નોંધનીય છે કે, અગાઉ અર્જુને બ્રેકઅપના અહેવાલોને ફગાવી દીધા હતા. મલાઇકાની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
મલાઇકાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં કહ્યું છે કે, 25ની ઉંમરમાં લાઇફ ખતમ થઈ જતી નથી. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, 40ની ઉંમરમાં પ્રેમ થવો નોર્મલ છે. 30ની ઉંમરમાં નવુ વસ્તુ ગોતવી અને નવા સપના પૂરા કરવા નોર્મલ છે. 50ની ઉંમરમાં પોતાને શોધવી અને ઉદ્દેશ્ય મળવું નોર્મલ છે. લાઇફ 25ની ઉંમરમાં ખતમ થતી નથી.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઇકા અરોરા સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું બ્રેકઅપ થયાના અહેવાલોએ ફેન્સને પરેશાન કરી દીધા છે. આ વચ્ચે અર્જુન કપૂરે મલાઇકા અરોરા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. અર્જુન કપૂરે પોસ્ટ કરી મલાઇકા સાથે બ્રેકઅપ થયાના અહેવાલો પર સ્પષ્ટતા કરી હતી. અર્જુન કપૂરે તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મુકી દીધું છે.
એક્ટર અર્જુન કપૂરે પોસ્ટમાં લખ્યું કે એવી અફવાઓની અમારી વચ્ચે કોઇ જગ્યા નથી. સ્ટે સેફ. સ્ટે બ્લૈસ્ડ, તમામના ભલા માટે પ્રાર્થના કરો. તમામને પ્રેમ... અર્જુન કપૂરના આ પોસ્ટ પર મલાઇકા અરોરાએ હાર્ડ ઇમોજી કોમેન્ટ કરી છે. મલાઇકા અને અર્જુન કપૂરના આ પ્રેમને જોઇ ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.
લાઇકા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થયાના અહેવાલો સવારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. ઇન્ટરનેટ પર ચર્ચા હતી કે મલાઇકા અરોરાના બ્રેકઅપ બાદ આઇસોલેટ થઇ ગઇ છે. જ્યારે અર્જુન કપૂરને મળવા માંગતી નથી એટલા માટે તેણે પોતાને ઘરમાં કેદ કરી દીધી છે. મલાઇકા અને અર્જુને સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યું નથી.
નોંધનીય છે કે અર્જુન કોરોના પોઝિટીવ હતો ત્યારે તે મલાઇકાને આટલા દિવસોથી મળી રહ્યો નથી. જ્યારે અર્જુન કપૂર સ્વસ્થ થયો પરંતુ મલાઇકાની તબિયત ખરાબ થઇ ગઇ હતી.