(Source: ECI/ABP News/ABP Majha)
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત
કબડ્ડીની રમતમાં ખેલાડીની શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષા પરથી આવ્યો છે,
PKL 2021- કબડ્ડીઃ ભારતમાં કબડ્ડી વર્ષોથી ચાલી આવતી રમત છે, અને અત્યારે તેને આંતરરાષ્ટ્રીય લેવલ પર સ્થાન મળ્યુ છે. કબડ્ડીની ઘણી ભારતીય શૈલીઓ છે કારણ કે તે 1,000 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં ઉદ્ભવી હતી. કબડ્ડીના નિયમો પણ અલગ હોય છે. જાણો તેના વિશે.....
ક્યાંથી આવ્યો કબડ્ડી શબ્દ-
કબડ્ડીની રમતમાં ખેલાડીની શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. કબડ્ડી શબ્દ તમિલ ભાષા પરથી આવ્યો છે, જેનો અર્થ હાથ પકડવો એવો થાય છે. આ રમત ત્રણથી ચાર હજાર વર્ષ જૂની છે. ૧૯૩૬માં ર્બિલન ઓલમ્પિકમાં સૌ પ્રથમ વખત કબડ્ડીની આપણી આ રમત આંતરાષ્ટ્રીય સ્તરે પહોંચી હતી.
કબડ્ડીના ભારતમાં બીજા નામો-
દક્ષિણ ભારતમાં આ કબડ્ડીની રમતને ચેડ્ડુગુડુ કહેવામાં આવે છે, જ્યારે પૂર્વ ભારતમાં કબડ્ડીને હુ તૂ તૂના નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ વાત છે કે, ભારત ઉપરાંત નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ કબડ્ડી ખુબ લોકપ્રિય છે. તેમાં પણ બાંગ્લાદેશ અને નેપાળમાં તો કબડ્ડી રાષ્ટ્રીય રમત છે.
કબડ્ડીના પ્રકારો
ભારતમાં કબડ્ડીના જુદાજુદા પ્રકારો છે, ખાસ કરીને રાજ્યો અને પ્રાંતો પ્રમાણે કબડ્ડી જુદીજુદી રીતે રમાય છે. તેમાં ત્રણ પ્રકારો મુખ્ય છે પંજાબી, સંજીવની અને ગામિની છે. ખાસ વાત છે કે કબડ્ડી દક્ષિણ એશિયામાં ખુબ પ્રખ્યાત રમત બની ગઇ છે અને તેમાં પણ બાંગ્લાદેશ અને નેપાળમાં કબડ્ડી રાષ્ટ્રીય રમત પણ છે.
કેવી રીતે રમાય છે કબડ્ડી, જાણો નિયમો-
કબડ્ડી એક ગ્રુપમાં રમાતી રમત છે. તેમાં બે ટીમો હોય છે અને દરેક ટીમમાં સાત સાત ખેલાડીઓ હોય છે. કબડ્ડી રમવા માટેના ખાસ નિયમો છે. ખેલાડીઓ રમતના મેદાનમાં આવ્યા બાદ ટોસ જીતવાવાળી ટીમનો એક ખેલાડી સામેની વિપક્ષી ટીમમાં મોકલે છે. આ ખેલાડી કબડ્ડી-કબડ્ડી બોલતો બોલતો બોલતો જાય છે અને સામેની ટીમના ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનો શ્વાસ તૂટી ન જાય તેની કાળજી રાખે છે. જો શ્વાસ તૂટી જાય એ સ્થિતિમાં તેણે ભાગીને પોતાનાં મેદાનમાં પરત આવી જવાનું રહે છે.
શ્વાસ ટકાવી કબડ્ડી-કબડ્ડી બોલી શકે ત્યાં સુધીમાં તેણે પોતાની ચપળતા વાપરી સામેના પક્ષનાં ખેલાડી/ખેલાડીઓને આઉટ કરવાનો પ્રયાસ કરતા રહેવાનું હોય છે. તે સામેના પક્ષનાં જે ખેલાડીને આઉટ કરી લે તે ખેલાડી મેદાનમાંથી દૂર કરાય છે. પણ જો તે પોતે એ સમયમાં સામેના ખેલાડીઓનાં કબજામાં આવી જાય અને કબડ્ડી-કબડ્ડી બોલતો બંધ થઈ જાય તો તેને પોતાને આઉટ ગણાઈ મેદાન બહાર જવું પડે છે. આ પ્રક્રિયા બંન્ને તરફના ખેલાડીઓ વચ્ચે વારાફરતી ચાલતી રહે છે.