Cricket Records: ડેવિડ વૉર્નરે તોડ્યો સચિન તેંદુલકરનો રેકોર્ડ, વનડે વર્લ્ડકપમાં સૌથી ઓછી ઇનિંગમાં પુરા કર્યા 1000 રન
મેચમાં કાંગારુ બેટ્સમેન ડેવિડ વૉર્નરે શાનદાર બેટિંગ શરૂ કરતાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો સૌથી ઝડપી 1000 વનડે વર્લ્ડકપ રનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે
Cricket Records: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રમાઇ રહી છે, આ મેચમાં કાંગારુ બેટ્સમેન ડેવિડ વૉર્નરે શાનદાર બેટિંગ શરૂ કરતાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો સૌથી ઝડપી 1000 વનડે વર્લ્ડકપ રનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ડેવિડ વૉર્નરે વનડે વર્લ્ડકપમાં 1000 રન પુરા કરવા માત્ર 19 ઇનિંગ જ રમી છે, જ્યારે આ પહેલા 1000 વનડે રન પુરા કરવા સચિન તેંદુલકરે 20 અને એબી ડિવિલિયર્સે 20 -20 ઇનિંગ રમી હતી. આ લિસ્ટમાં હવે ડેવિડ વૉર્નર 19 ઇનિંગ, સચીન અને ડિવિલિયર્સ 20 ઇનિંગ સાથે ટૉપ પર છે. જ્યારે વીવી રિચાર્ડ્સ અને સૌરવ ગાંગુલીએ 1000 રન પુરા કરવા માટે માર્ક વૉ અને હર્ષલ ગિબ્સ 22 ઇનિંગ લીધી હતી. જુઓ અહીં...
વર્લ્ડકપમાં સૌથી ઓછી ઇનિંગમાં 1000 વનડે રન પુરા કરનારા ખેલાડીઓ -
ડેવિડ વૉર્નર - 19 ઇનિંગ
સચીન તેંદુલકર/ એબી ડિવિલિયર્સ - 20 ઇનિંગ
વીવી રિચર્ડ્સ/ સૌરવ ગાંગુલી - 21 ઇનિંગ
માર્ક વૉ - 22 ઇનિંગ
હર્ષલ ગિબ્ઝ - 22 ઇનિંગ
Fastest to 1000 ODI World Cup runs (by innings)
— Kausthub Gudipati (@kaustats) October 8, 2023
19 - DAVID WARNER🇦🇺
20 - Sachin Tendulkar🇮🇳
20 - AB de Villiers🇿🇦
21 - Viv Richards🏝️
21 - Sourav Ganguly🇮🇳#INDvAUS #CWC2023 pic.twitter.com/iCwZSmSZyi
ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, ભારતની પહેલા બૉલિંગ
ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારૂ ટીમ મોટો સ્કૉર બનાવીને ભારતને દબાણમાં લાવવા માંગે છે. શુભમન ગીલ ભારત તરફથી આ મેચ રમી રહ્યો નથી. તેની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા ટીમ
ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ, એડમ ઝમ્પા.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ
બંને ટીમો વનડેમાં કુલ 149 વખત આમને-સામને આવી ચુકી છે. તેમાંથી ભારતે 56 મેચ જીતી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી હતી. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. બંને ટીમ ભારતમાં 70 વખત આમને-સામને આવી ચૂકી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 32 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 33 મેચ જીતી છે. પાંચ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા 2019 વર્લ્ડકપના અંત પછી વનડેમાં 12 વખત સામસામે આવી ચૂક્યા છે. આ દરમિયાન બંનેએ છ-છ મેચ જીતી છે.
બન્નેનું ચેપૉકમાં કેવું છે પ્રદર્શન
ચેન્નાઈના ચેપૉકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ એક મેચ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ચેપોકમાં બંને વચ્ચે માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 1987ના વર્લ્ડકપમાં રમાયેલી આ મેચ ઓસ્ટ્રેલિયાએ એક રનથી જીતી હતી.