ODI World Cup 2023, IND Vs NZ: ભારતીય ટીમમાં બે બદલાવ, અશ્વિનની ફરી અવગણના, જુઓ પ્લેઈંગ ઇલેવન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બોલિંગનો ફેંસલો કર્યો
IND vs NZ: ICC વર્લ્ડકપ 2023માં આજે ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આ મુકાબલો રમાશે.. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે ટોસ દરમિયાન કહ્યું કે આ મેચમાં હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર નથી રમી રહ્યા. તેમની જગ્યાએ મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડે એક પણ ફેરફાર કર્યો નથી.
🚨 Toss and Team Update 🚨
Rohit Sharma wins the toss and #TeamIndia have elected to bowl first in Dharamsala!
Two changes in the side as Suryakumar Yadav & Mohd. Shami are named in the eleven 👌
Follow the match ▶️ https://t.co/Ua4oDBM9rn#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/6dy150WC1S — BCCI (@BCCI) October 22, 2023
મેચ પહેલા ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને મેચ પહેલા પૂજાનું આયોજન કર્યું હતું. સંઘે ભગવાન ઇન્દ્રનાગની પૂજા કરાવી છે. તેનું આયોજન ધર્મશાલાના એક પૌરાણિક મંદિરમાં કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ અરુણ ધૂમલે પૂજામાં ભાગ લીધો હતો. આ ભારતની જીત માટે કરવામાં આવ્યું હતું. અરુણ ધૂમલે મેચ પહેલા કહ્યું કે, અમે અહીં એક પૂજા કરી છે અને બીજી પૂજા મંદિરમાં થશે. અહીં દરેક વ્યક્તિ ઈન્દ્રુ નાગની પૂજા કરે છે. મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય તે માટે અમે હવન પણ કરાવ્યો છે.'' ઈન્દ્રુ નામ મંદિર ધર્મશાલાથી લગભગ 4 કિલોમીટર દૂર એક ટેકરી પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન મેચ દરમિયાન વરસાદથી રક્ષણ કરશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. જો મેચ વરસાદને કારણે નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે, તો ઓવરો ઓછી થઈ શકે છે. જો મેચ રદ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ધર્મશાલામાં અગાઉની મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો. અહીં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. તે મેચ પણ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. તેથી તેને ઘટાડીને 43-43 ઓવર કરવામાં આવી હતી.
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમોએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. બંનેના 8-8 પોઈન્ટ છે. ન્યુઝીલેન્ડ નંબર વન અને ભારત નંબર ટુ પર છે. તેથી, આ સ્પર્ધા ટક્કર બની શકે છે.