શોધખોળ કરો

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. પેન્શનધારકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ છે.

Life Certificate Submission: કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. જો તમે હજી સુધી લાઇફ સર્ટિફિકેટ અથવા જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી, તો તમારી પાસે આ કામ કરવા માટે માત્ર 9 દિવસ બાકી છે. 30 નવેમ્બર 2024 પહેલાં તરત જ તમારું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરો નહી તો તમને મળતું પેન્શન બંધ થઈ શકે છે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે, જ્યારે અન્ય પેન્શનરો 1 નવેમ્બર, 2024થી 30 નવેમ્બર સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.

લાઇફ સર્ટિફિકેટ ક્યારે સબમિટ કરી શકો છો?

પેન્શનધારકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ છે. પેન્શન મેળવતા પેન્શનરોએ 30મી નવેમ્બર 2024 સુધીમાં પોતાનું જીવિત હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરવું મહત્વપૂર્ણ છે જેથી તેઓને કોઈપણ પ્રતિબંધ વિના પેન્શન મળતું રહે. પેન્શનરો દ્વારા સબમિટ કરવામાં આવેલ લાઇફ સર્ટિફિકેટ એક વર્ષ માટે માન્ય છે. જે પેન્શનરોએ ગયા વર્ષે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું તે 30 નવેમ્બર 2024 સુધી જ માન્ય છે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનાથી પેન્શન મેળવવા માટે પેન્શનરોએ 30મી નવેમ્બર સુધીમાં એટલે કે આગામી 9 દિવસમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી છે.

સુપર સિનિયર સિટીઝન એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા મળે છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2024 વચ્ચે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે.

લાઇફ સર્ટિફિકેટ સબમિટ ન કરવાના ગેરફાયદા!

જો વૃદ્ધ પેન્શનરો 30મી નવેમ્બર 2024 સુધીમાં લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરે તો તેમને ડિસેમ્બર મહિનાથી પેન્શન મળવાનું બંધ થઈ જશે. UIDAI ના FAQ મુજબ, "એકવાર લાઇફ સર્ટિફિકેટ પેન્શન સિસ્ટમમાં અપડેટ થઈ જાય, પછી પેન્શન ચૂકવણીની તારીખે બાકીની રકમ સાથે પેન્શન ચૂકવવામાં આવશે. પરંતુ લાઇફ સર્ટિફિકેટ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે જમા કરવામાં આવશે નહીં. જો જમા કરવામાં આવે તો યોગ્ય પ્રક્રિયા મુજબ CPAO મારફત સક્ષમ અધિકારીની મંજૂરી પછી જ પેન્શન રિલીઝ કરવામાં આવશે.

જીવન પ્રમાણપત્ર આ રીતે સબમિટ કરી શકાય છે 

ડોર સ્ટેપ બેન્કિંગ 

આ દિવસોમાં બેન્કો ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેન્કિંગ મારફતે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરી રહી છે. આ માટે તમે બેન્કની મોબાઈલ એપ અથવા વેબસાઈટ પર જાવ. આ સિવાય ડોર સ્ટેપ બેંકિંગનું બુકિંગ બેંકના ટોલ ફ્રી નંબર દ્વારા પણ કરી શકાય છે. આ પછી બેન્ક અધિકારી ઘરે આવે છે અને પેન્શનર પાસેથી લાઇફ સર્ટિફિકેટ લે છે. ઘણી બેન્કો વરિષ્ઠ નાગરિકોને મફતમાં આ સુવિધા આપે છે. ઘણી બેન્કો આ માટે ગ્રાહકો પાસેથી ચાર્જ લે છે.

જીવન પ્રમાણ પોર્ટલ

પેન્શનરો ઘર બેઠા ઓનલાઇન પણ જીવન પ્રમાણ પોર્ટલ મારફતે પોતાનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આ માટે તેમને UIDAI ઓળખ કાર્ડની જરૂર પડશે. બાયોમેટ્રિક વેરિફિકેશન મારફતે આ પોર્ટલ પર પોતાના જીવિત હોવાનું પ્રમાણ જમા કરાવી શકો છો.

પોસ્ટમેન મારફતે જમા કરાવો લાઇફ સર્ટિફિકેટ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) તેના ગ્રાહકોને પોસ્ટમેન મારફતે લાઇફ સર્ટિફિકેટ પ્રમાણપત્રની ચકાસણી કરવાની સુવિધા પણ પૂરી પાડે છે. આ પણ ડોર સ્ટેપ બેંકિંગ જેવી જ સુવિધા છે, જેમાં પોસ્ટમેન પેન્શનરોના ઘરે આવે છે અને તેમના લાઇફ સર્ટિફિકેટ એકત્રિત કરે છે.

ઉમંગ એપ દ્વારા જમા કરાવી શકાશે

ઉમંગ એપ દ્વારા લાઈફ સર્ટિફિકેટ ઘરે બેઠા પણ સબમિટ કરી શકાય છે. આ માટે તમારે EPFO ​​ઓફિસ જવાની જરૂર નહીં પડે. ઉમંગ એપ્લિકેશન દ્વારા લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે તમારી પાસે 12 અંકનો આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો આવશ્યક છે.

લાઇફ સર્ટિફિકેટ PDA દ્વારા સબમિટ કરી શકાય છે

પેન્શન ડિસ્બર્સિંગ ઓથોરિટી એટલે કે પોસ્ટ ઓફિસ અથવા બેન્કની મુલાકાત લઈને તેમનું લાઇફ સર્ટિફિકેટ પણ સબમિટ કરી શકે છે. બેન્કમાં એક ફોર્મ ભરવાનું રહેશે.

ફેસ ઓન્થેટિકેશનથી જમા કરાવી શકો છો પ્રમાણપત્ર

પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) ફેસ ઓન્થેટિકેશનથી મારફતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સુવિધા પ્રદાન કરે છે. આ માટે તમારે ફક્ત Google Play Store પર જઈને ‘Aadhaar Face RD Application’ ડાઉનલોડ કરીને એપ પર જવું પડશે. એપની મદદથી તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
શું આ કર્મચારીઓને NPS હેઠળ બે વખત ગ્રેચ્યુઇટી મળશે, સરકારે શું કહ્યુ?
Embed widget