શોધખોળ કરો

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Gautam Adani Row: હિંડનબર્ગના આરોપોના લગભગ 22 મહિના પછી અદાણી ગ્રુપ પર  યુએસ કોર્ટમાં છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે

Gautam Adani Row: અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જેના લગભગ 22 મહિના પછી ફરી એકવાર અમેરિકામાં અદાણી ગ્રુપ પર કરોડો રૂપિયાની લાંચ આપી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે અદાણી જૂથે તેના શેરનું વેલ્યુએશન ખોટી રીતે કરવામાં આવ્યું છે અને અદાણી ગ્રુપ હેરાફેરીમાં સામેલ છે.

હિંડનબર્ગના આરોપોના લગભગ 22 મહિના પછી અદાણી ગ્રુપ પર  યુએસ કોર્ટમાં છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે, જે પછી યુએસ કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે કોર્ટ બ્રુકલિનમાં સ્થિત છે. આ આરોપો હિંડનબર્ગ રિસર્ચ કરતાં વધુ ગંભીર છે. અદાણી વિરુદ્ધ વાતચીત સહિત અનેક દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પૈસાની લેવડ-દેવડની વાત કહેવામાં આવી છે. આરોપ છે કે ગૌતમ અદાણી વતી ભારતમાં સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી છે.

આ આરોપો હિંડનબર્ગ રિસર્ચના આરોપો કરતા વધુ ગંભીર છે. અદાણી વિરુદ્ધ પુરાવા તરીકે અનેક દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જેમાં રૂપિયાની લેવડદેવડની વાત કહેવામાં આવી છે. આરોપ છે કે ગૌતમ અદાણી તરફથી સરકારી અધિકારીઓને ભારતમાં લાંચ આપવામાં આવી છે. હિંડનબર્ગ કેસ મોટાભાગે યુએસ સ્થિત શોર્ટસેલર દ્વારા કથિત સ્ટોક-મેન્યુપ્યુલેશન, સંબંધિત પક્ષના વ્યવહારો અને સ્ટોક મેનીપ્યુલેશનના આરોપો સુધી મર્યાદિત હતો.

25 જાન્યુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવેલા 106-પેજના રિપોર્ટમાં હિંડનબર્ગે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ પર સ્ટોક હેરાફેરી, એકાઉન્ટિંગ એકાઉન્ટિંગ ફ્રોડ સ્કીમ"નો આરોપ મૂક્યો હતો. આ રિપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પહેલા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે સમૂહની મુખ્ય સંસ્થા છે. રિપોર્ટ બાદ અદાણી કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. બાદમાં અદાણી ગ્રુપે FPO બંધ કરી દીધો, જે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયો હતો.

અમેરિકાની બ્રુકલિન ખાતેની યુએસ ફેડરલ કોર્ટે અદાણી ગ્રુપના કેટલાક અધિકારીઓ સામે સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડના કાવતરામાં સંડોવણીનો આરોપ મૂકતા આરોપ જાહેર કર્યો છે. તેનો ઉદ્દેશ્ય અનૈતિક માધ્યમો દ્વારા ભારતમાં પાવર પ્રોજેક્ટ્સ માટે કરારો સુરક્ષિત કરવાનો હતો.

આ લાંચ કૌભાંડમાં આંધ્રપ્રદેશ સહિત અનેક ભારતીય રાજ્યો સામેલ હતા, જેમાં સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે સોલાર એનર્જીનો મોટો કોન્ટ્રાક્ટ ખરીદવા માટે કરાર કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, આંધ્ર પ્રદેશે લગભગ સાત ગીગાવોટ સોલાર પાવર ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

250 મિલિયન ડોલરની લાંચ

આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલરથી વધુની લાંચ આપવામાં આવી હતી, જેનાથી 2 બિલિયન ડોલરથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. એફબીઆઈ ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. જે કોઈ પણ વાજબી અને સ્પર્ધાત્મક બજારોને નુકસાન પહોંચાડે છે તેની સામે અમે પગલાં લઈશું," બ્યુરોએ જણાવ્યું હતું કે ભ્રષ્ટ પ્રવૃત્તિઓ સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટમાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ગૌતમ એસ. અદાણી, સાગર આર. અદાણી અને વિનીત એસ. જૈન પર ષડયંત્રનો આરોપ મુક્યો હતો. ખોટા અને ભ્રામક નિવેદનોના આધારે યુએસ રોકાણકારો અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓ પાસેથી ભંડોળ મેળવવા માટે મલ્ટી-બિલિયન-ડોલરની યોજનામાં તેમની ભૂમિકાને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ કરનારી એક રિન્યુએબલ-એનર્જી કંપનીના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ રંજિત ગુપ્તા અને રૂપેશ અગ્રવાલ અને કેનેડિયન કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ અને દીપક મલ્હોત્રા પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ગૌતમ એસ. અદાણી અને અન્ય સાત બિઝનેસ એક્ઝિક્યુટિવ્સે કથિત રીતે ભારત સરકારને તેમના વ્યવસાયોને ફાયદો પહોંચાડવા માટે રચાયેલ આકર્ષક કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપી હતી. અદાણી અને અન્ય પ્રતિવાદીઓએ પણ લાંચ અને ભ્રષ્ટાચાર અંગેના ખોટા નિવેદનોના આધારે મૂડી એકત્ર કરીને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હતી જ્યારે અન્ય પ્રતિવાદીઓએ કથિત રીતે સરકારની તપાસમાં અવરોધ ઊભો કરીને લાંચના કાવતરાને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
Gold Price History: 100 વર્ષ પહેલા શું હતો સોનાનો ભાવ? આંકડો જાણીને તમે ચોંકી જશો!
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Embed widget