શોધખોળ કરો

ODI World Cup 2023: વર્લ્ડકપ રમવા ભારત નહી આવવાની હિંમત નહી કરે પાકિસ્તાન, જાણો ICC શું કરી શકે છે મોટી કાર્યવાહી?

ભારતમા વન-ડે  વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે

ભારતમા વન-ડે  વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પાકિસ્તાને પણ આ વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે, પરંતુ તે વારંવાર કહી રહ્યું છે કે તે વર્લ્ડકપ રમવા માટે ભારત આવશે નહીં.  પાકિસ્તાનના રમતગમત મંત્રી અહસાન મજારીએ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે જો ભારત એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ ટાળશે તો તેમનો દેશ વર્લ્ડ કપ માટે ભારત નહીં આવે. જોકે આ નિવેદન બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું પાકિસ્તાન વર્લ્ડકપ રમવા ભારત નહી આવે. જોકે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર રહેવાનું વિચારી પણ નહી શકે. આ પાછળ અનેક કારણો જવાબદાર છે.

ICC તરફથી મળતું ફંડિંગ બધ થઇ જશે

જો પાકિસ્તાન 2023ના વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે તો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) PCBને ફંડ આપવાનું બંધ કરી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કમાણીનો 50 ટકા હિસ્સો ICCમાંથી આવે છે. ICCની ડિસ્ટ્રિબ્યુશન પ્લાન મુજબ આગામી 4 વર્ષમાં (2024-27) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 285 કરોડ રૂપિયા મળવાના છે. ભંડોળ ના મળતા પીસીબીની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

ICC ચાર વર્ષમાં લગભગ 600 મિલિયન ડોલર (લગભગ 4956 કરોડ રૂપિયા)નું વિતરણ કરશે તેમાં ભારતનો સૌથી મોટો હિસ્સો હશે. આઈસીસીની આવકમાં ભારતને 38.50 ટકા (આશરે રૂ. 1908 કરોડ) મળવાના છે.જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો તે ક્રિકેટ રાષ્ટ્ર તરીકે આખી દુનિયાથી અલગ થઈ જશે.

ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છીનવાઈ શકે છે

વર્ષ 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ટીમોએ ઘણા વર્ષો સુધી પાકિસ્તાન આવવાનું ટાળ્યું હતું. છેલ્લા એક-બે વર્ષથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવા દેશો પાકિસ્તાનની મુલાકાતે ગયા છે. આવી સ્થિતિમાં તે પોતાની સુધરતી ઇમેજને બગાડવા નહીં માંગે. પાકિસ્તાને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહી કરવાના કિસ્સામાં ICC તેની પાસેથી ચેમ્પિયન ટ્રોફીની યજમાની છીનવી શકે છે કારણ કે ભારત વિના ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવું અશક્ય હશે.

પાકિસ્તાન પર પ્રતિબંધ લાગી શકે છે

મોટી ઈવેન્ટ્સમાં આઈસીસીની કમાણીનો મોટો હિસ્સો માત્ર ભારતની મેચોમાંથી જ આવે છે. પાકિસ્તાનને 29 વર્ષ પછી ICC ઈવેન્ટની યજમાની કરવાની તક મળી, જેને તે ગુમાવવા માંગશે નહીં. વન-ડે વર્લ્ડકપનો બહિષ્કાર કરવાની સ્થિતિમાં ICC પાકિસ્તાન ટીમ પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. આઈસીસી ઈવેન્ટ્સમાં ટીમોએ ભાગ લેવો ફરજિયાત છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં ભારત સામે મેચ રમવાની છે. પાકિસ્તાન આ મેદાન પર ભારત સામે રમવા માંગતું નથી. આ સિવાય પાકિસ્તાન ચેન્નઈમાં અફઘાનિસ્તાન અને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માટે પણ રાજી નહોતુ પરંતુ તેની મનમાની આઇસીસી સામે ચાલી નહોતી.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget