PAK vs AFG: પ્રથમ ટી-20માં પાકિસ્તાનને હરાવીને અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, છ વિકેટથી હરાવ્યું
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે
Pakistan vs Afghanistan 1st T20I: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. અફઘાનિસ્તાને T20 ઈન્ટરનેશનલમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું છે. આ પહેલા એશિયા કપ 2022માં બંને ટીમો સામસામે આવી હતી, જેમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 1 વિકેટના અંતરથી હરાવ્યું હતું.
All-round Afghanistan beat @TheRealPCB to create History in Sharjah
— Afghanistan Cricket Board (@ACBofficials) March 24, 2023
Afghanistan, banking on an incredible bowling performance, beat Pakistan comprehensively by 6 wickets to secure its first-ever victory over Pakistan in international cricket.
More: https://t.co/TI7OWOiqpo pic.twitter.com/IQ7kTKYeiQ
બંને વચ્ચે અત્યાર સુધી કુલ 4 T20I મેચ રમાઈ છે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં 3માં પાકિસ્તાન અને 1માં અફઘાનિસ્તાનનો વિજય થયો છે. 8 ડિસેમ્બર, 2013ના રોજ બંને ટીમો ટી-20 મેચમાં સામસામે આવી હતી. તે મેચમાં પાકિસ્તાનનો 6 વિકેટે વિજય થયો હતો. 2023 માં અફઘાનિસ્તાને ટી-20માં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.
મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 9 વિકેટે 92 રન જ બનાવી શકી. જેમાં ઇમાદ વસીમે સૌથી વધુ 18 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સૈમ અયુબે 17, તૈયબ તાહિરે 16 અને કેપ્ટન શાદાબ ખાને 12 રન બનાવ્યા હતા અને બાકીના બેટ્સમેનો ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા.
રનનો પીછો કરતા અફઘાનિસ્તાને 17.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે મોહમ્મદ નબીએ 38 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 38 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે તેને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.
આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. જેમાં મુજીબ ઉર રહેમાને 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ, ફઝલહક ફારૂકીએ 4 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ અને મોહમ્મદ નબીએ 3 ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય અઝમતુલ્લા ઉમરઝાઈ, નવીન ઉલ હક અને કેપ્ટન રાશિદ ખાનને 1-1 સફળતા મળી હતી.
Issy Wong Hattrick: મુંબઈ ઈન્ડિયન્સની ખેલાડીએ WPLની પ્રથમ હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો
Issy Wong Hattrick Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેની એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈના બોલર ઈસી વોંગે સતત ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં યૂપીની ટીમ 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યૂપીને 72 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા યૂપી તરફથી કિરણ નવગીરે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવી હતી આ દરમિયાન તેણે 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ આ પછી તે વોંગના બોલ પર કેચ થઈ ગઈ. વોંગ ઇનિંગ્સની 13મી ઓવર કરી રહી હતી. આ પછી તેણે સિમરન શેખને આઉટ કરી. સિમરન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ. આ પછી તરત જ સોફી એક્લેસ્ટોન પણ આઉટ કરી તે પણ ખાતું પણ ખોલાવી શકી ન હતી