શોધખોળ કરો

PAK vs AUS, T20 WC LIVE: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવ્યો, પાંચ વિકેટથી જીતી ફાઇનલમાં પહોંચ્યું

T20 WC 2021, Match 44, PAK vs AUS: ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચી છે

LIVE

Key Events
PAK vs AUS, T20 WC LIVE:  ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવ્યો, પાંચ વિકેટથી જીતી ફાઇનલમાં પહોંચ્યું

Background

આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડની ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે બીજી ટીમ માટે આજે જંગ જામશે, એકબાજુ ટી20 વર્લ્ડકપમાં અજેય રહેલી પાકિસ્તાનની ટીમ છે, તો બીજી બાજુ ફૂલ ફોર્મમાં આવી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમ છે. બન્ને ટીમો મજબૂત છે. પરંતુ રિઝલ્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ફાઇનલમાં કોણ પ્રવેશી શકશે. 

23:34 PM (IST)  •  11 Nov 2021

મેથ્યુ વેડ રહ્યો ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો

ટી-20 વર્લ્ડકપમાં બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાન સરળતાથી મેચ જીતી લેશે પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ આક્રમક દેખાવ કરીને ટીમને જીત અપાવી હતી. 177 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 177 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની જીતનો હિરો મેથ્યુ વેડ રહ્યો હતો. તેણે મેચની અંતિમ ઓવરોમાં 17 બોલમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા સાથે આક્રમક અણનમ 41 રન ફટકાર્યા હતા. સ્ટોઇનિસે તેને સાથ આપતા 31 બોલમાં અણનમ 40 રન ફટકાર્યા હતા.

22:35 PM (IST)  •  11 Nov 2021

વોર્નર 49 રન બનાવી આઉટ

પાકિસ્તાની બીજી સેમિફાઇનલ મેચ પર મજબૂત પક્કડ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાએ 105 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી છે. ડેવિડ વોર્નર 49, એરોન ફિંચ 0, મિચેલ માર્શ 28, સ્મિથ 5, મેક્સવેલ 7 રન બનાવી આઉટ થયા હતા.

21:57 PM (IST)  •  11 Nov 2021

પાકિસ્તાને 177 રનનો ટાર્ગેટ આપ્યો

દુબઇમાં રમાઇ રહેલી ટી-20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાન ઓપનર મોહમ્મદ રિઝવાને 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. ફખર ઝમાને 32 બોલમાં અણનમ 55 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને એકવાર ફરી પાકિસ્તાને શાનદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. બાબરે 39 રન બનાવી આઉટ થયો હતો. ફખર ઝમાને આજે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં અડધી સદી પુરી કરી હતી. આસિફ અલી ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. મલિક પણ એક રન બનાવી આઉટ થયો હતો.

20:20 PM (IST)  •  11 Nov 2021

બાબર આઝમ આઉટ

પાકિસ્તાનને પ્રથમ ઝટકો લાગ્યો છે. કેપ્ટન બાબર આઝમ 39 રન બનાવી આઉટ થઇ ગયો છે. પાકિસ્તાને 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી 71 રન બનાવી લીધા છે.

20:01 PM (IST)  •  11 Nov 2021

પાવર પ્લેમાં પાકિસ્તાનનો શાનદાર દેખાવ

ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાને સારી શરૂઆત કરી હતી. પાકિસ્તાનના બંન્ને ઓપનરોએ શાનદાર દેખાવ યથાવત રાખ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 25 અને રિઝવાન 22 રને રમતમાં છે. છ ઓવરના અંતે પાકિસ્તાને 47 રન બનાવી લીધા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget