શોધખોળ કરો

PAK vs ENG LIVE Streaming: પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે ચેમ્પીયન બનવા ફાઇનલ ટક્કર, જાણો ક્યારે ને કેટલા વાગ્યાથી લાઇવ જોઇ શકાશે મેચ ?

ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે.

T20 World Cup 2022, ENG vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં રવિવારે એટલે કે 12 નવેમ્બરે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ આમને સામને થવાના છે. આ વખતે બન્ને ટીમો ગ્રાઉન્ડ પર ટી20 ચેમ્પીયન બનવા માટે ટકરાશે. પાકિસ્તાને (Pakistan) ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી, તો ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. બન્ને ટીમોએ ઘણા વર્ષો બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, હવે આગામી રવિવારે બન્ને ટીમો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે. જાણો આ ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે લાઇવ જોઇ શકાશે.

ક્યારે ને ક્યાં રમાશે ફાઇનલ મેચ ?
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની વચ્ચે ફાઇનલ (PAK vs ENG Final) મેચ રવિવારે 13 નવેમ્બરે ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે શરૂ થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાશે. આ એક એવુ મેદાન છે, જ્યાં બૉલર અને બેટ્સમેનો બન્નેને બરાબર મદદ મળે છે.

ક્યાં જોશો લાઇવ મેચ ?
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ પરો કરવામાં આવશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.

ENG vs PAK: ફાઇનલમાં કોણ જીતશે ? જાણો ટી20માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શું છે હાર-જીતનો રેશિયો

T20 WC 2022, ENG vs PAK: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની આવતીકાલે ફાઇનલ મેચ રમાશે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, પરંતુ આ ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની ફાઇનલ મેચ રમાય તે પહેલા બન્ને વચ્ચેના આંકડાઓ જોઇ લેવા જરૂરી છે. ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (ENG vs PAK)ની વચ્ચે ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

બન્ને ટીમો અહીં 29મી વાર ટી20માં આમને સામને થવાના છે. આ પહેલા બન્ને ટીમો 28 વાર આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ઇંગ્લેન્ડ પાકિસ્તાની ટીમ પર એકતરફી રીતે હાવી રહી છે. કેમ કે ઇંગ્લેન્ડે 28માંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 10 મેચોમાં જીત મળી છે. આથી કહી શકાય કે આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં આવતીકાલે ઇંગ્લેન્ડ જીત માટે લગભગ ટૉપ પર છે, એટલે કે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ટી20 ચેમ્પીયન બની શકે છે.

જાણો અહીં બન્ને ટીમો વચ્ચેના ટી20ના 10 મહત્વના આંકડાઓ......... 

1. સર્વોચ્ચ સ્કૉર- બન્ને ટીમો એકબીજા સામે અનેકવાર 200+ રન બનાવી ચૂકી છે. અહીં સર્વોચ્ચ સ્કૉરનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. પાકિસ્તાને જુલાઇ, 2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વિકેટો ગુમાવીને 232 રન ફટકાર્યા હતા. 
2. ન્યૂનત્તમ સ્કૉર - પાકિસ્તાની ટીમ સપ્ટેમ્બર, 2010એ રમાયેલી કાર્ડિફ ટી20 માં માત્ર 89 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. 
3. સૌથી મોટી જીત - ટી20 વર્લ્ડકપ 2022ના ઠીક પહેલા ઇંગ્લેન્ડે પાકિસ્તાનને લાહોર ટી20માં 67 રનથી હરાવ્યુ હતુ. 
4. સૌથી વધુ રન - બન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં બાબર આઝમ લીડ સ્કૉરર છે. તેને 15 મેચોમાં 560 રન ફટકાર્યા છે. 
5. સર્વશ્રેષ્ઠ ઇનિંગ - બાબર આઝમે ટી20 વર્લ્ડકપના ઠીક પહેલા રમાયેલી ટી20 સીરીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 66 બૉલ પર 110 રનની તાબડતોડ ઇનિંગ રમી હતી. 
6. સૌથી વધુ 50+ રનની ઇનિંગ - મોહમ્મદ રિઝવાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 વાર 50 થી વધુ રનની ઇનિંગ રમી છે. 
7. સૌથી વધુ છગ્ગા - આ રેકોર્ડ ઇયૉન મૉર્ગનના નામે છે, તેને પાકિસ્તાન વિરુદ્ધ ટી20 મેચોમાં 17 છગ્ગા ફટકાર્યા છે. 
8. સૌથી વધુ વિકેટો - અહીં ઇંગ્લેન્ડના બૉલર ટૉપ પર છે. પૂર્વ સ્પીનર ગ્રીમ સ્વાન અને હાલના આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ 17-17 વિકેટો ઝડપી છે. 
9. સર્વશ્રેષ્ઠ બૉલિંગ - પૂર્વ પાકિસ્તાની સ્પીનર સઇદ અજમલે ફેબ્રુઆરી 2012માં રમાયેલી અબુધાબી ટી20માં 23 રન આપીને 4 વિકેટો ઝડપી હતી. 
10. સૌથી વધુ મેચ - ઇંગ્લેન્ડના સ્પીનર આદિલ રશિદે પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી 28 માંથી 18 મેચો રમી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.