India vs Australia Semi-Final: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પર શું બોલ્યા પાકિસ્તાની, વીડિયો થયો વાયરલ
India vs Australia Semi-Final: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ટીમ ઇન્ડિયાની ચર્ચા થઈ રહી છે

India vs Australia Semi-Final: ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે તેઓએ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પોતાની હારનો બદલો પણ લઈ લીધો હતો. ટીમ ઈન્ડિયાની જીતની ચર્ચા ફક્ત ભારતમાં જ નથી થઈ રહી, પરંતુ આખી દુનિયામાં લોકો કરી રહ્યા છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ટીમ ઇન્ડિયાની ચર્ચા થઈ રહી છે. મેચ સમાપ્ત થયા પછી પાકિસ્તાની યુટ્યુબર શોએબ ચૌધરી લોકોની પ્રતિક્રિયાઓ લેવા માટે લોકો વચ્ચે ગયો હતો. આ સમય દરમિયાન તે હાથમાં ટ્રોફી પકડીને લોકોને પૂછી રહ્યો હતો કે તે કોને આપવી જોઈએ. આના પર હાજર બધા લોકોએ કહ્યું કે આ ટ્રોફી ભારતને આપવી જોઈએ, કારણ કે ભારત તેના માટે હકદાર છે.
ભારતની જીત સાથે એ પણ નક્કી થયું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ હવે પાકિસ્તાનના લાહોરને બદલે દુબઈ સ્ટેડિયમમાં રમાશે. શોએબ ચૌધરીએ એક વ્યક્તિ સાથે વાત કરી હતી. તેમણે ભારતીય ક્રિકેટ ટીમના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ટીમ ઈન્ડિયા સારું રમે છે કારણ કે ત્યાં પર્ચી કામ નથી કરતી. જો એવું હોત, તો સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરના પુત્રો ચોક્કસપણે રમ્યા હોત પરંતુ એવું નથી. મેચના પરિણામ અંગે તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની હારનું કારણ સ્મિથ અને મેક્સવેલનું આઉટ થવું હતું.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી કાંગારૂ ટીમ સંપૂર્ણ 50 ઓવર પણ રમી શકી નહીં અને ફક્ત 264 રન જ બનાવી શકી. ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે, દુબઈની પીચને ધ્યાનમાં રાખીને આ લક્ષ્ય સરળ નહોતો. આમ છતાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને 4 વિકેટ બાકી રહેતા જીત મેળવી હતી. ભારત તરફથી કિંગ કોહલીએ 84 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો




















