શાનદાર જીત જોઇને દિગ્ગજ પાકિસ્તાની ક્રિકેટરે બોલ્યો- હવે તો ટી20 વર્લ્ડકપ ભારત જ જીતશે, વાંચો ટ્વીટ..........
ભારતના આ ઓલરાઉન્ડર પ્રદર્શન પર હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ફિદી થઇ ગયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે, અને અહીં તેને ઇંગ્લેન્ડને ટી20 સીરીઝની પ્રથમ બે મેચોમાં સજ્જડ હાર આપીને બધાને ચોંકાવી દીધા છે. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે 2-0થી લીડ બનાવીને સીરીઝ પર કબજો જમાવી દીધો છે. ભારતના આ ઓલરાઉન્ડર પ્રદર્શન પર હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ફિદી થઇ ગયો છે.
પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમની પ્રસંશા કરતા એક ટ્વીટ કર્યું છે, જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે. આફ્રિદીએ ટ્વીટમાં લખ્યું - ભારતે બહુજ સારી ક્રિકેટ રમી છે, અને સીરીઝ જીતવાની હકદાર છે. ખરેખરમાં પ્રભાવશાળી બૉલિંગ પ્રદર્શન, તે ચોક્કસ પણે ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ માટે પસંદગીમાંની એક હશે. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટો પોતાના નામે કરી, બુમરાહ અને ચહલે 2-2 વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને ધરાશાયી કરી દીધુ હતુ.
India have played outstanding cricket and deserve to win the series. Really impressive bowling performance, they'll surely be one of the favourites for the T20 World Cup in Australia https://t.co/5vqgnBYfIX
— Shahid Afridi (@SAfridiOfficial) July 9, 2022
IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને બીજી ટી20માં 49 રને આપી હાર, શ્રેણીમાં 2-0ની અજેય લીડ
England vs India: ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.
ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોય ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જ્યારે બટલર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 15 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સેમ કુરન 2 રન અને હેરી બ્રુકે 8 રન બનાવીને આઉટ થયા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભુવીએ મેડન ઓવર પણ લીધી હતી. જસપ્રિત બુમરાહે 3 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે મેડન ઓવર પણ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને હર્ષલ પટેલને પણ એક-એક સફળતા મળી છે.
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 29 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા. જાડેજાની ઇનિંગમાં 5 ચોગ્ગા પણ સામેલ હતા. રોહિત શર્માએ 31 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 20 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રિષભ પંત 26 રન બનાવીને આઉટ થયો હતો. પંતે 15 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 12 રન અને સૂર્યકુમાર યાદવે 15 રન બનાવીને પરત ફર્યા હતા.