GT vs PBKS: પંજાબે ગુજરાતના જડબામાંથી જીત છીનવી, શશાંક-આશુતોષની વિસ્ફોટક બેટિંગ
PBKS vs GT Live Score, IPL 2024 Live Score: અહીં તમને ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE

Background
IPL 2024, PBKS vs GT Live Score: IPL 2024 ની 17મી મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને આ સમયગાળા દરમિયાન 2 મેચ જીતી છે. જ્યારે પંજાબે 3માંથી એક મેચ જીતી છે. ગુજરાત અને પંજાબ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. ગુજરાતની ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. લિયામ લિવિંગસ્ટોનને પંજાબ તરફથી બ્રેક આપવામાં આવી શકે છે. ઈજાના કારણે તે પરેશાન છે. જો પીચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું
GT vs PBKS Full Highlights: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની 17મી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ એક બોલ બાકી રહેતા જીતી ગયું. પંજાબે ગુજરાતના જડબામાંથી જીત છીનવી લીધી એમ કહેવું ખોટું નહીં હોય. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પંજાબ કિંગ્સે એક સમયે માત્ર 70 રનમાં પોતાની તમામ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. ત્યારબાદ શશાંક સિંહે ગુજરાતના બોલરો પર પ્રહારો કર્યા હતા. તેણે ઈમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા સાથે કરિશ્માઈ બેટિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી. શશાંકે માત્ર 29 બોલમાં 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા.
2️⃣ Points ✅
— IndianPremierLeague (@IPL) April 4, 2024
Young guns Shashank Singh and Ashutosh Sharma win it for @PunjabKingsIPL 🙌
They get over the line as they beat #GT by 3 wickets 👍
Scorecard ▶️ https://t.co/0Sy2civoOa #TATAIPL | #GTvPBKS pic.twitter.com/m7b5f8jLbz
પંજાબનો સ્કોર 83/4
10 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 83 રન છે. સિકંદર રઝા સાત રને અને શશાંક સિંઘ સાત રને રમતમાં છે. પંજાબને હવે 60 બોલમાં જીતવા માટે 117 રન બનાવવાના છે. મેચ સંપૂર્ણપણે પંજાબના હાથમાં છે.
પંજાબનો સ્કોર 50ની નજીક છે
પંજાબ કિંગ્સના બેટ્સમેન ઝડપથી રન બનાવી રહ્યા છે. સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 48 રન થઈ ગયો છે. જોની બેરસ્ટો 12 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 22 રન અને પ્રભસિમરન સિંહ 16 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ છે.
પંજાબને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4 વિકેટ 199 રન બનાવ્યા છે. આમ પંજાબને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત તરફછી ગિલે સૌથી વધુ 89 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેવટીયાએ 8 બોલમાં 23 પન બનાવી શાનદાર બેટિંગ કરી હતી.
Rahul Tewatia with a fine cameo 💪
— IndianPremierLeague (@IPL) April 4, 2024
Providing the finishing touches 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #GTvPBKS | @gujarat_titans pic.twitter.com/skzev6ADk1
ગુજરાતની ચોથી વિકેટ પડી
ગુજરાતની ચોથી વિકેટ 18મી ઓવરના ચોથા બોલ પર પડી હતી. વિજય શંકર 10 બોલમાં આઠ રન બનાવીને આઉટ થયો હતો. બીજા છેડે શુભમન ગિલ સરળતાથી રન બનાવી રહ્યો છે. તે 43 બોલમાં 81 રન સુધી પહોંચી ગયો છે. ગુજરાતનો સ્કોર 18 ઓવરમાં 4 વિકેટે 166 રન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
