Watch: કોહલીને ટ્રોલ કરવા જતાં ફસાયા PCBના પ્રમુખ, પાકિસ્તાની એન્કરે કરી બોલતી બંધ, જુઓ Video
તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022ની સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી.
Ramiz Raja on Virat Kohli: તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપ 2022ની સુપર ફોરની છેલ્લી મેચમાં ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે તોફાની સદી ફટકારી હતી. આ શતક કોહલીનું પ્રથમ ટી20 શતક પણ હતું. કોહલીની આ સદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબી રાહ જોયા પછી આવી હતી.
આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન વિરાટને તેની સદી માટે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, રમીઝ રઝાનો આ દાવ ઉંધો પડ્યો હતો અને આ ઇન્ટરવ્યુમાં રમીઝ પોતે ટ્રોલ થઈ ગયા હતા.
રમીઝ રાજા થયા ટ્રોલ....
પાકિસ્તાની ટીવી ચેનલ પર વાત કરતા પીસીબી ચીફ રામજી રાજાએ કહ્યું કે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે પાકિસ્તાન અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યું નથી. જેના કારણે ટીમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, વિરાટની સદી પછી, ભારતીય ચાહકો અને મીડિયા ફાઇનલમાં પહોંચવામાં ભારતીય ટીમની નિષ્ફળતા અને ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શનને ભૂલી ગયા. પરંતુ પાકિસ્તાની ચાહકો અને મીડિયાએ આવું કર્યું નહીં. જ્યારે સુકાની બાબર આઝમે સદી ફટકારી ત્યારે તેની સદીના વખાણ કરવાને બદલે તેને તેની સ્ટ્રાઈક રેટ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
પીસીબી ચીફ રમીઝ રાજાની આ વાતનો જવાબ આપતાં પાકિસ્તાની મહિલા એન્કરે કહ્યું કે, કારણ કે વિરાટ કોહલીએ ત્રણ વર્ષ બાદ તેની 71મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. નહિંતર તે મહત્વનું ન હોત.
Ramiz Raza tried to troll Virat Kohli but got brutally trolled by Pakistani Anchor#ramizraja #ViratKohli𓃵 @imVkohli #QudratKaNizaam
— Cricket Fan (@sangwancricket) October 5, 2022
Credits: Samaa Tv pic.twitter.com/KnlORsFoFL
એન્કરની આ વાત પછી રમીઝે કહ્યું કે તમે શું વાત કરો છો? તે મેચમાં વિરાટે 4 કેચ છોડ્યા હતા. તે પણ અફઘાનિસ્તાન જેવી ટીમ સામે ચાર વખત. મારે કહેવું છે કે જ્યારે પાકિસ્તાની બેટ્સમેન સદી ફટકારે છે ત્યારે આટલો ઉત્સાહ કેમ નથી હોતો.
રમીઝની આ વાતનો જવાબ આપતાં મહિલા પાકિસ્તાની એન્કરે કહ્યું કે હું તે ચાર કેચને છોડાવવાને કુદરતનો નિયમ કહીશ. કારણ કે કુદરતના નિયમ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.