શોધખોળ કરો

‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ ખેલાડીઓની કુશળતા અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી: કહ્યું ટીમની આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગર્વથી ભરાઈ ગયું

ભારતીય ક્રિકેટ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓની કુશળતા, દૃઢ નિશ્ચય અને ટીમવર્કની વિશેષ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલા એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ટીમની આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ ગયું છે. વધુમાં, તેમણે સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવવા બદલ ખેલાડીઓના વખાણ કરતા ઉમેર્યું કે આ વિજય સમગ્ર રાષ્ટ્ર માટે ઉજવણીની ક્ષણ છે.

નોંધનીયછે કે, અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2026 ની મહામુકાબલાની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી ધૂળ ચટાડીને ઐતિહાસિક જીત મેળવી છે. આ ભવ્ય વિજય સાથે ભારતે પોતાનો દબદબો જાળવી રાખીને સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઘરઆંગણે રમીને આ ટુર્નામેન્ટ જીતનાર ભારત વિશ્વની પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ખેલાડીઓએ રમતનાં દરેક પાસામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ મેચને એકતરફી બનાવી દીધી હતી અને વિશાળ 255 રનનો સ્કોર ઊભો કરીને કીવી ટીમને માત્ર 159 રનમાં સમેટી લીધી હતી.

તોફાની બેટિંગથી ખડક્યો રનનો પહાડ

મેચની શરૂઆતમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. યુવા ઓપનર અભિષેક શર્મા અને અનુભવી સંજુ સેમસને પહેલી વિકેટ માટે 98 રનની જબરદસ્ત ભાગીદારી નોંધાવીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. અભિષેકે માત્ર 21 બોલ રમીને છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આક્રમક 52 રન ફટકાર્યા હતા. બીજી તરફ, સંજુ સેમસને પણ કીવી બોલરોનો પરસેવો છોડાવી દીધો હતો. તેણે 46 બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ ગગનચુંબી છગ્ગા ફટકારીને 89 રન બનાવ્યા હતા. જોકે તે પોતાની સદીથી થોડા માટે ચૂકી ગયો હતો.

ત્યારબાદ મેદાનમાં આવેલા ઈશાન કિશને પણ જબરદસ્ત ફોર્મ બતાવતા માત્ર 25 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 54 રનની તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો, જ્યારે તિલક વર્માએ છ બોલમાં 8 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ માત્ર 8 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 26 રન ઝૂડી કાઢ્યા હતા. હાર્દિકે પણ 13 બોલમાં 18 રન બનાવતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 255 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી જેમ્સ નીશમે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ ખૂબ જ દબાણમાં જોવા મળી હતી. ટિમ સીફર્ટ અને ફિન એલને શરૂઆતમાં થોડી આક્રમકતા બતાવીને 31 રન જોડ્યા, પરંતુ પહેલી વિકેટ પડતાની સાથે જ આખી ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. કીવી ટીમ તરફથી માત્ર ટિમ સીફર્ટે થોડો સંઘર્ષ કર્યો હતો અને 26 બોલમાં બે ચોગ્ગા તેમજ પાંચ છગ્ગા સાથે 52 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની અડધી ટીમ તો માત્ર 72 રનના નજીવા સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. તેમના સાત ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. કેપ્ટન મિશેલ સેન્ટનરે 35 બોલમાં 43 રન અને ડેરિલ મિશેલે 11 બોલમાં 17 રન બનાવીને હારનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખી ટીમ 19 ઓવરમાં માત્ર 159 રન પર જ સમેટાઈ ગઈ હતી.

બુમરાહ અને અક્ષરની ઘાતક બોલિંગ

ભારતીય બોલરોએ મેદાનમાં પોતાની ફિરકી અને ઝડપનો એવો જાદુ ચલાવ્યો કે મહેમાન ટીમ પાસે કોઈ જવાબ ન હતો. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની કમર તોડી નાખી હતી અને સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત સ્પિનર અક્ષર પટેલે પણ શાનદાર બોલિંગ કરતા 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ફાઇનલ મુકાબલામાં 96 રનથી મળેલો આ વિજય ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે. આ ભવ્ય જીત સાથે જ આખા દેશમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget