શોધખોળ કરો

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે. મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજથી રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. શરૂઆતમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 8 અને 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કાલે 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી

આવતીકાલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ માટે ભારે વરસાદની ખાસ આગાહી કરી છે. 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 9 ઓગસ્ટે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દરિયાઈ વિસ્તારોમાં પવનની ગતિ વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે. વહીવટી તંત્રને પણ જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા

ઉત્તર અને મધ્ય ભારતમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર હેઠળ ગુજરાત પર ભેજવાળા પવનો ત્રાટકશે. આ સિસ્ટમ્સના લીધે 8 ઓગસ્ટથી બે દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની પૂરી શક્યતા છે.

આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આશંકાને પગલે રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (NDRF/SDRF) એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક પ્રશાસનની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું છે. 

ગુજરાત વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લખનઉથી દમામ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
લખનઉથી દમામ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ
ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને લાખોની આવક? જુઓ  વિધાનસભામાં રજૂ થયેલા આંકડા  
ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને લાખોની આવક? જુઓ  વિધાનસભામાં રજૂ થયેલા આંકડા  
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
Embed widget