શોધખોળ કરો
Advertisement
ICC ટી-20 વર્લ્ડકપ ઇલેવનમાં પૂનમ યાદવ એકમાત્ર ભારતીય, શેફાલી 12મી ખેલાડી
ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 85 રનથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.
નવી દિલ્હીઃ લેગ સ્પિનર પૂનમ યાદવ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ઇલેવનમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય ખેલાડી છે. જ્યારે ઉદીયમાન સિતારા શેફાલી વર્માને 12મા ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. ભારતને ફાઇનલમાં હરાવીને વર્લ્ડકપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના પાંચ ખેલાડીઓને આઇસીસી ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને 85 રનથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.
આઇસીસી મહિલા વર્લ્ડકપ ટીમમાં ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, બેથ મૂની, મેગ લેનિંગ, જેસ જોનાસેન અને મેગાન સ્કટને સ્થાન મળ્યું છે. જ્યારે ઇગ્લેન્ડના ચાર ખેલાડીઓ ટીમમાં છે. ટીમની પસંદગી પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટરો અને કોમેન્ટટરોની સમિતિએ કર્યું છે જેમાં ઇયાન બિશપ, અંજુમ ચોપરા, લીસા સઠાલેકર, પત્રકાર રાફ નિકોલસન અને આઇસીસી પ્રતિનિધિ હોલી કોલ્વિન સામેલ છે. પૂનમ યાદવે વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. બાદમાં તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ 16 વર્ષી વર્માએ 158.25 સરેરાશથી 163 રન બનાવ્યા હતા. હીલી અને મૂનીએ 2018માં પોતાનો જ રેકોર્ડ તોડતા 60ની સરેરાશથી સાથે મળીને 352 રન બનાવ્યા હતા. ICC મહિલા ટી-20 વર્લ્ડકપની ટીમઃ એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), નેટ સ્કિવેર (ઇગ્લેન્ડ), હીથર નાઇટ (ઇગ્લેન્ડ), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), લૌરા વોલ્વાટ (સાઉથ આફ્રિકા), જેસ જોનાસેન (ઓસ્ટ્રેલિયા), સોફી એસેલેસ્ટોન (ઇગ્લેન્ડ), આન્યા શ્રુબસોલે (ઇગ્લેન્ડ), મેગાન સ્કટ (ઓસ્ટ્રેલિયા), પૂનમ યાદવ (ભારત). 12મા ખેલાડી તરીકેઃ શેફાલી વર્મા (ભારત)Introducing your Women's #T20WorldCup 2020 Team of the Tournament 🌟 pic.twitter.com/Eb4wQUc7Ls
— T20 World Cup (@T20WorldCup) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement