Qualification: કેટલો ભણેલો છે મિસ્ટર '360 ડિગ્રી' ક્રિકેટર Suryakumar Yadav, જાણો મેચના હીરો વિશે......
સાઉથ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી બીજી ટી20માં સૂર્યકુમાર ટી20 ક્રિકેટ કેરિયર ઇતિહાસમાં સૌથી ફાસ્ટ એક હજાર રન બનાવનારો ખેલાડી બની ગયો.
Suryakumar Yadav Education: ભારતીય આંતરરાષ્ટ્રીય ટીમમાં સૂર્ય ચમકી રહ્યો છે, જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની. સૂર્યે પોતાના પ્રદર્શનથી પુરવાર કરી દીધુ છે કે તે 360 ડિગ્રી પ્લેયર છે. તે ઇચ્છે ત્યાં શૉટ ફટકારી શકે છે. તે આ વર્ષે ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો પ્લેયર પણ બની ગયો છે. સૂર્યકુમારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચમાં 277 થી વધુની સ્ટ્રાઇક રેટથી 22 બૉલમાં 61 રનની તાબડતોડ ઇનિંગ રમી.
સાઉથ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી બીજી ટી20માં સૂર્યકુમાર ટી20 ક્રિકેટ કેરિયર ઇતિહાસમાં સૌથી ફાસ્ટ એક હજાર રન બનાવનારો ખેલાડી બની ગયો. સૂર્યકુમારે 174 ની ધાકડ સ્ટ્રાઇક રેટથી 573 બૉલમાં જ એક હજાર રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બિગ શૉના નામે જાણીતા ગ્લેન મેક્સવેલના નામે હતો. મેક્સવેલને આ મુકામ સુધી પહોંચવા માટે 604 બલનો સામનો કર્યો હતો.
સૂર્યકુમાર દ્વારા કાલે રમાયેલી ઇનિંગમાં ભારત તરફથી ટી20માં સૌથી ફાસ્ટ અર્ધસદી ફટકારવાના મામલે બીજા સ્થાન પર છે. ભારત તરફથી સૌથી ફાસ્ટ અર્ધસદી યુવરાજ સિંહે (Yuvaraj Singh) લગાવી હતી. યુવીએ આ મુકામ મેળવવા માટે માત્ર 12 બૉલનો સામનો કર્યો હતો. સૂર્યકુમારે આ મુકામ માત્ર 18 બૉલમાં હાંસલ કર્યો છે. આ પહેલા કેએલ રાહુલ (KL Rahul) પણ 18 બૉલ પર 50 રન બનાવી ચૂક્યો છે.
બીકૉમ પાસ છે યાદવ -
સૂર્યકુમાર યાદવે પોતાની સ્કૂલનુ શિક્ષણ એટૉમિક એન્ર્જી સેન્ટ્ર્લ સ્કૂલમાથી પુરુ કર્યુ છે, તેને પિલ્લઇ કૉલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કૉમર્સ, મુંબઇમાંથી ગ્રેજ્યૂએશનનો અભ્યાસ પુરો કર્યો. આ કૉલેજમાથી તેને બીકૉમ કર્યુ છે. તેના પિતા અશોક કુમાર યાદવ BARCમાં એન્જિનીયર છે, તેને બાળપણથી જ ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ હતો, પરંતુ એક દિવસ તેના પિતાએ તેને ક્રિકેટ કે બેડમિન્ટમાંથી કોઇ એકને પસંદ કરવા માટે કહ્યું, બાદમાં સૂર્યકુમારે ક્રિકેટને પસંદ કરી હતી. સૂર્યકુમારનો જન્મ 14 સપ્ટેમ્બર, 1990 એ થયો હતો, તેની માંતાનુ નામ સ્વપ્ના યાદવ છે.
T20: સૂર્યકુમાર યાદવની ધમાલ, એક જ વર્ષમાં તોડી નાંખ્યા આટલા બધા રેકોર્ડ, જાણો
સૂર્યકુમાર ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો છે. એટલુ જ નહીં સૂર્યકુમાર એક વર્ષમાં ટી20 ઇન્ટરનેશનલમાં કેટલાક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. સૂર્યકુમાર યાદવે પોતાની 33 બૉલ પર રમેલી 50 રનની ઇનિંગમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સૂર્યકુમારે પોતાની પોતાના રનની સંખ્યા 732 પહોંચાડી દીધો. આ પહેલા શિખર ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં 700 રન પુરા કરનારો પહેલા ભારતીય બેટ્સમેન બની ગયો છે, તેની સ્ટ્રાઇક રેટ 180 થી વધુની છે અને એવરેજ 40 થી વધુ રહી છે.
સૂર્યકુમાર જ્યારે બેટિંગ કરવા આવ્યો તો ભારતીય ટીમ 6.1 ઓવરમાં 17 રન પર બે વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, બાદમાં પોતાની સ્ટાઇલમાં બેટિંગ કરવાનુ શરૂ કરી દીધુ. કેએલ રાહુલ સાથે તેને આક્રમક ભાગીદારી નિભાવીને સાઉથ આફ્રિકાને દબાણમાં લાવી દીધુ હતુ.
છગ્ગાઓ મારવાનો રેકોર્ડ પણ તોડ્યો -
પોતાની ઇનિંગમાં 3 છગ્ગા ફટકારીને સૂર્યકુમારે એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક છગ્ગા ફટકારવાના મામલામાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (42 છગ્ગા 2021) અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (41 છગ્ગા 2021) ને તોડી નાંખ્યો. તેને આ વર્ષે અત્યાર સુધી 45 છગ્ગા ફટકારી દીધા છે. સૂર્યકુમારે પોતાની બેટિંગથી પણ લોકોને ખુબ પ્રભાવિત કર્યા. તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે.