T20 World Cupમાં ટીમ ઇન્ડિયાની હાર પર રવિ અશ્વિનનું મોટું નિવેદન, કહ્યુ- 'સેમિફાઇનલ સુધી પહોંચવું....'
ટી-20 વર્લ્ડકપ 2022માં ઇગ્લેન્ડ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું
Ravi Ashwin On T20 WC 2022: ટી-20 વર્લ્ડકપ 2022માં ઇગ્લેન્ડ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલ મેચમાં ઇગ્લેન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટે હાર આપી હતી. ભારતીય ટીમ સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે પરાજય આપ્યો હતો. સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ ટીમ ઇન્ડિયા પર ઘણા સવાલો ઉભા થયા હતા, પરંતુ હવે ભારતીય ઓફ સ્પિનર અને વર્લ્ડ કપ ટીમના એક ભાગ રવિ અશ્વિને મોટું નિવેદન આપ્યું છે.
'ચાહકોની લાગણી સમજી શકું છું'
આર. અશ્વિને કહ્યું કે હું સમજી શકું છું કે અમારા ચાહકો ખૂબ જ નિરાશ છે, અમે આ હાર માટે કોઈ બહાનું બનાવી શકીએ નહીં. તેણે કહ્યું કે દરેકને લાગે છે કે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી અને વર્લ્ડ કપ જીતી શકી નથી. હું ચાહકોની ભાવનાઓનું સન્માન કરું છું. સાથે જ તેણે કહ્યું કે તે અમારા માટે ખૂબ જ નિરાશાજનક ક્ષણ હતી, પરંતુ અમારે હવે તેનાથી આગળ વધવું પડશે.
'સેમીફાઇનલમાં પહોંચવું કોઈ સિદ્ધિથી ઓછું નથી'
વાસ્તવમાં અશ્વિનનું માનવું છે કે ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે, તે કોઈ ઉપલબ્ધિથી ઓછી નથી. તેણે વધુમાં સ્વીકાર્યું કે સેમિફાઈનલમાં હાર્યા બાદ માત્ર ચાહકો જ નહીં, પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓ પણ ખૂબ જ નિરાશ છે. અમારી ટીમ ટૂર્નામેન્ટના સેમિફાઇનલ તબક્કામાં હારી ગઈ હતી, અહીં પહોંચવું સરળ કામ નથી. સેમિફાઇનલમાં પહોંચવું એ એક સિદ્ધિ તરીકે જોવી જોઈએ.
IND vs NZ: ભારત માટે આજે ખતરો બનશે આ બૉલર, જાણો T20માં ટીમ ઇન્ડિયા સામે કેવુ છે પ્રદર્શન
Ish Sodhi vs India in T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી નવેમ્બરથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ ચૂકી છે, 18 નવેમ્બરની પ્રથમ વેલિંગટન ટી20 ભારે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આજે બીજી ટી20 માટે હાર્દિક અને વેલિયિમસનની સેના આમને સામને ટકરાશે, આ પહેલા ભારતીય ટીમે ઇંગ્લેન્ડના મિસ્ટ્રી બૉલર ઇશ સોઢીથી સાવચેત રહેવુ પડશે, જાણો ઇશ સોઢી કેમ ટીમ ઇન્ડિયા માટે બની શકે છે ખતરો શું છે તેનો ટી20 રેકોર્ડ
આમ તો બન્ને ટીમો ટી20માં ફોર્મેટમાં દમદાર છે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં પણ બન્ને ટીમો ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલમાં હારીને બહાર નીકળી ગઇ હતી, આ દરમિયાન કીવી ટીમના સ્પીનર ઇશ સોઢીએ સારુ પ્રદર્શન કર્યુ હતુ.
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે, અને ઇશ સોઢી એકદમ અનુભવી બૉલર છે, જેના કારણે તેનાથી સાવધાન રહેવુ પડશે, જાણો ટી20માં ઇશ સોઢીનું ભારત સામે કેવુ છે પરફોર્મન્સ, શું કહે છે આંકડાઓ.