(Source: ECI/ABP News/ABP Majha)
World Cup 2023: ભારત-પાકિસ્તાનની મેચ જોવા જતા ક્રિકેટ ચાહકોને રેલવેએ આપી મોટી ભેટ, જાણો કરી જાહેરાત
ODI World Cup 2023: અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા જતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની સ્પેર ચલાવશે.
ODI World Cup 2023: અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા જતા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની સ્પેર ચલાવશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, 13 ઓક્ટોબર, 2023ના રોજ 21.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે અમદાવાદ પહોંચશે.
- એ જ રીતે, પાછી ફરતી ટ્રેનના નંબર 09014 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 15 ઓક્ટોબર, 2023ના રોજ 04.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.10 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
- આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન પર બંને દિશામાં સ્ટેશનો પર રોકાશે.
- આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.
ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2023થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા થશે રંગારંગ સમારોહ
આ વખતે ચાહકોને વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોવાનો મોકો મળ્યો નથી, પરંતુ હવે ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોને અરિજીત સિંહનું લાઈવ પરફોર્મન્સ જોવાનો મોકો મળી શકે છે. જોકે હજુ સુધી આ મુદ્દે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નથી.
ભારત-પાકિસ્તાન મેચના દિવસે થશે અરિજીત સિંહનો લાઇવ શૉ -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજો હાજર રહેશે. આ ઉપરાંત BCCI સેક્રેટરી જય શાહના પિતા અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન રંગારંગ કાર્યક્રમો જોવા મળી શકે છે તેવું માનવામાં આવે છે. બૉલીવૂડના ફેમસ સિંગર અરિજીત સિંહ પોતાની ગાયકીથી ચકિત કરી દેશે. BCCI આ માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે.
અરિજીત સિંહનો પ્રૉગ્રામ ક્યારે થશે ?
દૈનિક જાગરણના અહેવાલ મુજબ અરિજીત સિંહનો કાર્યક્રમ ભારત-પાકિસ્તાન મેચના દિવસે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. વળી, ભારત અને પાકિસ્તાન વચ્ચે બપોરે 2 વાગ્યાથી મેચ રમાશે, પરંતુ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકો અરિજિત સિંહના સિંગિંગનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે, ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પાકિસ્તાને અત્યાર સુધી નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે. તાજેતરમાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને હતા. તે મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત માટે સદીનો આંકડો પાર કર્યો હતો.