LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું, સેમસન-ધ્રુવની વિસ્ફોટક બેટિંગ
LSG vs RR: રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
LSG vs RR: રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન માટે સેમસન અને જુરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજુએ 33 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. જોસ બટલર 34 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌ તરફથી યશ ઠાકુર, સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.
Winning streak continues 🩷
— IndianPremierLeague (@IPL) April 27, 2024
A Sanju Samson special & Dhruv Jurel's attractive innings propel Rajasthan Royals to their 8th win this season🙌
Scorecard ▶️ https://t.co/Dkm7eJqwRj#TATAIPL | #LSGvRR | @rajasthanroyals pic.twitter.com/cam0GepXVo
સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે મોટી ભાગીદારી
લખનૌ સુપર જાયન્ટ્સના 196 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે 5.5 ઓવરમાં 60 રન ઉમેર્યા હતા. જોસ બટલર 18 બોલમાં 34 રન બનાવીને યશ ઠાકુરનો શિકાર બન્યો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલે 18 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલને માર્કસ સ્ટોઈનિસે પોતાનો શિકાર બનાવ્યો હતો. જોકે, આ સિઝનમાં સતત રન બનાવી રહેલા રિયાન પરાગે 11 બોલમાં 14 રન બનાવ્યા બાદ પણ ચાલુ રાખ્યું હતું. પરંતુ આ પછી સંજુ સેમસન અને ધ્રુવ જુરેલે ઇનિંગ સંભાળી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો
લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેએલ રાહુલે 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 48 બોલમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી છે. દીપક હુડ્ડાએ 50 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 31 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આયુષ બદોની 18 રન બનાવીને અણનમ રહ્યો હતો. સ્ટોઇનિસ શૂન્ય પર આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી શાનદાર બોલિંગ કરતા સંદીપ શર્માએ 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.
રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ-11
સંજુ સેમસન (કેપ્ટન ઇને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ-11
કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન અને યશ ઠાકુર.