શોધખોળ કરો
આઇપીએલની આ સિઝનમાં આ ટીમના ખેલાડી નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે, નાટકીય અંદાજમાં કર્યો આ ફેરફાર
સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને રાજસ્થાન રૉયલ્સે પોતાની નવી જર્સી વિશે જાણકારી આપી. આ વીડિયોમાં ખેલાડીઓને પ્લેનામાં ઉતારીને સ્કાઇડ્રાઇવિંગ કરતા બતાવાયા છે. એટલુ જ નહીં રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓ નવી જર્સીમાં મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, આ સિઝન પહેલા રાજસ્થાન રૉયલ્સે પોતાની ટીમની નવી જર્સી ખેલાડીઓને આપી દીધી છે, એટલે કે આ વખતે રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓ નવી જર્સી સાથે મેદાનમાં રમતા દેખાશે. રાજસ્થાને આ મોટો ફેરફાર એકદમ નાયટકીય અંદાજમાં કર્યો હતો. આનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ખાસ વાત છે કે રાજસ્થાને 2020ની સિઝન માટે ટીમના નવા પાર્ટનર્સના જોડાવાની જાહેરાત પણ કરી હતી.
સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરીને રાજસ્થાન રૉયલ્સે પોતાની નવી જર્સી વિશે જાણકારી આપી. આ વીડિયોમાં ખેલાડીઓને પ્લેનામાં ઉતારીને સ્કાઇડ્રાઇવિંગ કરતા બતાવાયા છે. એટલુ જ નહીં રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓ નવી જર્સીમાં મસ્તી કરતા દેખાઇ રહ્યાં છે.
આ ફેરફાર અંગે, ડેવિડ મિલરે કહ્યું- અમારી સવાર એકદમ શાંત રહે છે, પરંતુ આજે કંઇક અલગ થયુ, અમને બધાને બીચ પર આવવાનુ કહેવામાં આવ્યુ, અને ત્યાં એક સરપ્રાઇઝ અમારી રાહ જોઇ રહી હતી. પ્લેનમાંથી ઝમ્પ લગાવવાના અનુભવને મિલરે શાનદાર બતાવ્યો. તેને કહ્યું દુબઇમાં કેટલાક વર્ષો પહેલા મે સ્કાઇડ્રાઇવિંગ કર્યુ હતુ. ફરીથી તે યાદોને તાજા થવાનો સારો અનુભવ રહ્યો.
આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સના અભિયાનની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થશે. જોકે રાજસ્થાનને પહેલી મેચમાં પોતાના સ્ટાર ખેલાડીઓ વિના જ રમવી પડશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝના કારણે કેપ્ટન સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર અને જૉસ બટલર 18 સપ્ટમ્બરે દુબઇ પહોંચશે. આ તમામ ખેલાડીઓને 6 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. જેના કારણે ચેન્નાઇ વિરુદ્ધ ડેવિડ મિલર ટીમની કમાન સંભાળી શકે છે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement
