ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની હાલની સીરીઝને કયા પાકિસ્તાની દિગ્ગજે અન્ય ટીમો માટે ગણાવ્યુ ટી20 વર્લ્ડકપનુ ટ્રેલર, જાણો વિગતે
રમીઝ રાજાએ ક્રિકેટ બાજ યુટ્યૂબ ચેનલને કહ્યું- મને લાગે છે કે આ અન્ય ટીમો માટે ટ્રેલર છે કે તેમને વર્લ્ડકપ પહેલા પોતાના કૌશલ્યમાં કેવી રીતે સુધારો કરવાનો છે, અને આ ફોર્મેટ માટે પોતાની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી છે. બે સર્વશ્રેષ્ઠ ટીમો રમી રહી છે, મને લાગે છે કે વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને હરાવવુ આસાન નહીં રહે.
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હાલના સીરીઝ બીજી ટીમો માટે ખાસ ગણાવી છે. રમીઝ રાજાએ હાલની ટી20 સીરીઝને બીજી ટીમો માટે 2021 ટી20 વર્લ્ડકપનુ ટ્રેલર બતાવતા કહ્યું કે - પાંચ મેચોની ટી20 સીરીઝથી તેમને આ વર્ષના અંતે રમાનારી ટી20 વર્લ્ડકપ પહેલા પોતાના કૌશલ્યમાં સુધારો કરવા અને રણનીતિ બનાવવામાં મદદ કરશે.
રમીઝ રાજાએ ક્રિકેટ બાજ યુટ્યૂબ ચેનલને કહ્યું- મને લાગે છે કે આ અન્ય ટીમો માટે ટ્રેલર છે કે તેમને વર્લ્ડકપ પહેલા પોતાના કૌશલ્યમાં કેવી રીતે સુધારો કરવાનો છે, અને આ ફોર્મેટ માટે પોતાની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી છે. બે સર્વશ્રેષ્ઠ ટીમો રમી રહી છે, મને લાગે છે કે વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને હરાવવુ આસાન નહીં રહે.
પૂર્વ પાકિસ્તાની દિગ્ગજે આગળ કહ્યું- ઇંગ્લેન્ડ હવે બેપરવાહ થઇને રમે છે અને લિમીટેડ ઓવરોના ફોર્મેટમાં આક્રમક વલણ અપવાની રહ્યું છે. લિમીટેડ ઓવરોની ક્રિકેટમાં તેમનુ પ્રદર્શન સતત પ્રભાવશાળી છે, જ્યારે થોડાક સમય પહેલા સુધી તે ટી20ને છોડો વનડેને પણ મહત્વ નહતુ આપતુ.
રમીઝ રાજાએ રવિ શાસ્ત્રી પર કરી ટિપ્પણી...
રમીઝ રાજાએ ભારતના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીને લઇને એક મજેદાર ટિપ્પણી કરી. તેમને કહ્યું- જ્યારે અમે રવિ શાસ્ત્રીની સામે રમતા હતા ત્યારે અને લાગતુ હતુ કે તે ભારતીય ટીમમાં ફિટ નથી બેસતા, કેમકે તે આક્રમક હતા. તે કોઇપણ ભૂમિકા માટે તૈયાર રહેતા હતા, ઇનિંગની શરૂઆત કરવાથી લઇને નીચેના ક્રમમાં રમવા માટે તૈયાર રહેતા હતા. તેમના હાવભાવ અલગ રહેતા હતા. અમને લાગતુ હતુ કે તે ઇમરાન ખાન જેવો ખેલાડી બનવા માંગે છે, કેમકે અમને તેના જેવા ખેલાડી પસંદ હતા.
રમીઝ રાજાએ આગળ કહ્યું- રવિ શાસ્ત્રીએ આ જ વલણ ભારતીય ટીમ સાથે જોડ્યુ છે, અને તેમના માટે સારી વાત એ છે કે કેપ્ટન વિરાટ કોહલી છે, જે આક્રમક છે. આનાથી ભારતીય ટીમમાં મોટુ અંતર પેદા થયુ છે.