વેસ્ટ ઇન્ડિઝ સામે આ બે નવા ચહેરાઓને અપાઇ તક, ભૂવનેશ્વર કુમારને પડતો મુકાયો
વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન તરીકે બંન્ને ટીમોમાં વાપસી થઇ છે. જ્યારે વિરાટ કોહલી બંન્ને સીરિઝ રમશે. ભુવનેશ્વર કુમારને વન-ડે ટીમમાં બહાર કરી દેવામા આવ્યો છે જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને બંન્ને સીરિઝમા આરામ આપવામાં આવ્યો છે. જ્યારે કેએલ રાહુલ બીજી વન-ડેથી ટીમ સાથે જોડાશે. રવિન્દ્ર જાડેજાને ઇજાના કારણે ટીમમાં સામેલ કરાયો નથી. અક્ષર પટેલને ફક્ત ટી-20 ટીમમાં સ્થાન મળ્યું છે. અશ્વિનને પણ ટીમમાં સામેલ કરાયો નથી.
વન-ડે ટીમમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું ચે. પ્રથમવાર ટીમમાં લેગ સ્પિનર રવિ બિશ્નોઇ અને સ્પિન ઓલરાઉન્ડર દીપક હુડાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રવિ બિશ્નોઇને વન-ડે અને ટી-20 ટીમમાં સામેલ કરાયો છે જ્યારે દીપક હુડાને વન-ડે ટીમમાં પસંદ કરાયો છે.
કુલદીપ યાદવની ટીમમાં વાપસી
કુલદીપ યાદવની છ મહિના બાદ ટીમમાં વાપસી થઇ છે. તેને વન-ડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. તેણે છેલ્લે જૂલાઇ 2021માં શ્રીલંકા સામે વન-ડે અને ટી-20 સીરિઝ રમી હતી.
ટી-20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ
વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન