BCCI Award Winners 2023-24: સચિન, અશ્વિનથી સ્મૃતિ મંધાના સુધી...આ ખેલાડીઓને સન્માનિત કરશે BCCI,જુઓ યાદી
BCCI એવોર્ડ્સ 2023-24 માટે વિજેતાઓના નામ ફાઈનલ થઈ ગયા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

BCCI Award Winners 2023-24 List: BCCI એવોર્ડ્સ 2023-24 માટે વિજેતાઓના નામ ફાઈનલ થઈ ગયા છે. આ વખતે કુલ 26 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. આ યાદીમાં શશાંક સિંહ અને અગ્નિ ચોપરા જેવા ઉભરતા નામો છે. આઈપીએલમાં શશાંક સિંહે પોતાની ઓળખ બનાવી હતી. અગ્નિ ચોપરાએ ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. આ સિવાય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે રવિ અશ્વિનને સ્પેશિયલ શિલ્ડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં સમારોહનું આયોજન કરવામાં આવશે
BCCI 1લી ફેબ્રુઆરીએ મુંબઈમાં સમારોહનું આયોજન કરશે. જેમાં આ તમામ નામોનું સન્માન કરવામાં આવશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનને શ્રેષ્ઠ ક્રિકેટ સંગઠન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માને પણ સન્માનિત કરવામાં આવશે. વાસ્તવમાં, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માએ ODI ફોર્મેટમાં ઘણા પ્રભાવિત કર્યા છે. ODI ફોર્મેટમાં દીપ્તિ શર્માએ સૌથી વધુ વિકેટ લીધી હતી, જ્યારે સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જો કે હવે આ બંને ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
આ નામોને મળશે BCCI સન્માન-
BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન - મુંબઈ ક્રિકેટ એસોસિએશન
વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર- દીપ્તિ શર્મા
વન ડેમાં સૌથી વધુ રન- સ્મૃતિ મંધાના
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ (મહિલા) - આશા શોભના
બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ (પુરુષ) - સરફરાઝ ખાન
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) - સ્મૃતિ મંધાના
પોલી ઉમરીગર એવોર્ડ: શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (પુરુષ) - જસપ્રિત બુમરાહ
BCCI સ્પેશિયલ એવોર્ડ – રવિચંદ્રન અશ્વિન
કર્નલ સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ - સચિન તેંડુલકર
જગમોહન દાલમિયા ટ્રોફી: સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (જુનિયર ડોમેસ્ટિક) - મહારાષ્ટ્રની ઈશ્વરી અવસરે
જગમોહન દાલમિયા ટ્રોફી: સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર (સિનિયર લેવલ) - દિલ્હીની પ્રિયા મિશ્રા
જગમોહન દાલમિયા ટ્રોફી: U16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર - તમિલનાડુના હેમચુદેશન જેગનાથન
જગમોહન દાલમિયા ટ્રોફી: U16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર – ઉત્તરાખંડના લક્ષ્ય રાયચંદાની
એમએ ચિદમ્બરમ ટ્રોફી: U19 કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર - મધ્ય પ્રદેશના વિષ્ણુ ભારદ્વાજ
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી- ઉત્તર પ્રદેશની કાવ્યા તેવટિયા
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: U23 સીકે નાયડુ ટ્રોફી (પ્લેટ ગ્રુપ) માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર - નાગાલેન્ડના નેઈજેખો રુપરિયો
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: U23 સીકે નાયડુ ટ્રોફી (પ્લેટ ગ્રુપ) માં સૌથી વધુ રન બનાવનાર - નાગાલેન્ડના હેમ છેત્રી
એમ.એ. ચિદમ્બરમ ટ્રોફી: U23 સીકે નાયડુ ટ્રોફી (એલિટ ગ્રુપ) માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી - તમિલનાડુના કે પી. વિદ્યુત
એમ. એ. ચિદમ્બરમ ટ્રોફી: U23 સીકે નાયડુ ટ્રોફી (એલિટ ગ્રુપ) માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી - કર્ણાટકના અનીશ કેવી
માધવરાવ સિંધિયા એવોર્ડ: રણજી ટ્રોફી (પ્લેટ ગ્રુપ)માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી - મિઝોરમના મોહિત જાંગડા
માધવરાવ સિંધિયા પુરસ્કાર: રણજી ટ્રોફી(એલિટ ગ્રુપ)માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી - હૈદરાબાદના તનય ત્યાગરાજન
માધવરાવ સિંધિયા પુરસ્કાર: રણજી ટ્રોફી (પ્લેટ ગ્રુપ) માં સૌથી વધુ રન બનાવનાર - મિઝોરમની અગ્નિ ચોપરા
માધવરાવ સિંધિયા પુરસ્કાર: રણજી ટ્રોફી (એલિટ ગ્રુપ)માં સૌથી વધુ રન બનાવનાર - આંધ્રપ્રદેશના રિકી ભુઈ
ઘરેલૂ મર્યાદિત ઓવરની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ - છત્તીસગઢના શશાંક સિંહ
રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ પુરસ્કાર – મુંબઈના તનુષ કોટિયન
ડોમેસ્ટિક ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ અમ્પાયર - અક્ષય તોત્રે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
