શોધખોળ કરો
હોમ લોન, કાર લોન થઈ સસ્તી! આ સરકારી બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો નવા દર
RBI રેપો રેટ યથાવત રાખ્યા બાદ બેંક ઓફ મહારાષ્ટ્રએ લોનના વ્યાજદરમાં ૦.૨૫% નો ઘટાડો કર્યો, હોમ લોન ૮.૧૦% થી શરૂ.
જો તમે હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. સરકારી બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ તેના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે, જેના કારણે હવે લોન લેવી સસ્તી થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટ યથાવત રાખ્યા બાદ બેંક ઓફ મહારાષ્ટ્રે આ નિર્ણય લીધો છે.
1/5

બેંક ઓફ મહારાષ્ટ્રે હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને એજ્યુકેશન લોન જેવી છૂટક લોન પરના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. બેંક દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ઘટાડા બાદ હોમ લોન માટે બેન્ચમાર્ક દર ઘટીને ૮.૧૦ ટકા થઈ ગયો છે, જે બેન્કિંગ સેક્ટરમાં સૌથી નીચો દર છે.
2/5

આ સાથે જ કાર લોન પર વ્યાજ દર ૮.૪૫ ટકા થઈ ગયો છે. એજ્યુકેશન લોન અને રેપો લિન્ક્ડ લેન્ડિંગ રેટ (RLLR) માં પણ એક ક્વાર્ટર ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
3/5

ખાસ વાત એ છે કે બેંકે હોમ લોન અને કાર લોન પર પ્રોસેસિંગ ફી પણ માફ કરી છે, જેથી લોન લેવી વધુ ફાયદાકારક બનશે.
4/5

માત્ર બેંક ઓફ મહારાષ્ટ્ર જ નહીં, તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પણ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંકે હોમ લોન પર વ્યાજ દર ૮.૧૫ ટકાથી શરૂ કર્યા છે અને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ પણ માફ કર્યા છે.
5/5

જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હોમ લોનના વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને નવો દર ૮.૨૫ ટકા કર્યો છે, જે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ થી અમલમાં આવી ગયો છે.
Published at : 23 Feb 2025 08:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
