PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરથી PM કિસાન સન્માન નિધિ યોજના (pm kisan) હેઠળ 19મો હપ્તો બહાર પાડ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરથી PM કિસાન સન્માન નિધિ યોજના (pm kisan) હેઠળ 19મો હપ્તો બહાર પાડ્યો હતો. દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને તેમના ખાતામાં 2000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
Modi transfers Rs 22,000 crore to bank accounts of 9.8 crore farmers under 19th installment of PM Kisan scheme from Bihar''s Bhagalpur
— Press Trust of India (@PTI_News) February 24, 2025
તમને જણાવી દઈએ કે, પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં કુલ 6,000 રૂપિયાનો વાર્ષિક લાભ આપવામાં આવે છે.
PM Kisan યોજનાનો હપ્તો જમા થયો કે નહીં ? આ રીતે કરો ચેક
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થયો છે. જો તમે જાણવા માંગતા હોવ કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો તમારા બેંક ખાતામાં આવ્યો છે કે નહીં, તો તમે અહીં આપેલા પગલાંની મદદથી સ્થિતિ ચકાસી શકો છો.
- સ્ટેટ્સ ચેક કરવા માટે, તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો
- અહીં તમને ઘણા બધા વિકલ્પો દેખાશે, પરંતુ જ્યારે તમે થોડું નીચે સ્ક્રોલ કરશો, ત્યારે તમને ‘Know Your Status’ વિકલ્પ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે, અહીં તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- જો તમને તમારો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો તમારે Know your registration no પર ક્લિક કરો. તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી તમે આ નંબર જાણી શકો છો.
- પછી તમને સ્ક્રીન પર કેપ્ચા કોડ દેખાશે જે તમારે અહીં દાખલ કરવાનો રહેશે.
- હવે તમારે Get Details બટન પર ક્લિક કરવાનું રહેશે, અહીં તમે જાણી શકશો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થયો છે કે નહીં.
આ સન્માન નિધિ યોજના છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. આ મદદ બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેન્ક ખાતામાં દર ચાર મહિને 2,000 રૂપિયાનો હપ્તો મોકલવાની જોગવાઈ છે.
આ યોજનાના ફાયદા છે
બધા પાત્ર ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સીધા બેન્ક ટ્રાન્સફર દ્વારા ખાતાઓમાં પૈસા મોકલવામાં આવે છે. જેથી ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે. પ્રધાનમંત્રી મોદી બિહારની મુલાકાત દરમિયાન લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ આપશે. ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, કરોડો ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.
તેઓ યોજનાનો લાભ મેળવી શકે છે
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે કેટલીક શરતો પૂરી કરવી પડશે. જેમાં ખેડૂત સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આવકવેરો ભરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં. આ યોજના હેઠળ પરિવારના ફક્ત એક જ સભ્યને લાભ આપી શકાય છે. જો e-KYC ન થાય તો હપ્તો અટકી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
