ટેટ-ટાટ ઉમેદવારોનો ગાંધીનગરમાં વિરોધ, પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
ટેટ-ટાટ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. વિવિધ માંગણીઓ સાથે ટેટ-ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો હતો

ટેટ-ટાટ ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. વિવિધ માંગણીઓ સાથે ટેટ-ટાટના ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને સત્યાગ્રહ છાવણીમાં વિરોધ કર્યો હતો. પ્રદર્શન કરનાર ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.શિક્ષણ સહાયક 9થી 12નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરવા માંગ કરવામાં આવી હતી. તે સિવાય વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવા માંગ કરવામાં આવી હતી. ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવાની પણ માંગ કરાઇ હતી.
ટેટ-ટાટ ઉમેદવારોના વિરોધ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ નિવેદન આપ્યું હતું. પાનસેરીયાએ કહ્યું હતું કે 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે. આચારસંહિતાના કારણે ભરતી પ્રક્રિયામાં થોડું મોડું થયું છે. કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવા જોઈએ. સરકારે જે બાંહેધરી આપી છે તે પ્રમાણે ભરતી થશે.
VCE ઑપરેટરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું
ગાંધીનગરમાં VCE ઑપરેટરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં VCE ઑપરેટરો ગાંધીનગર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરનાર ઑપરેટરોની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટી કરેલા ફી વધારા મુદ્દે NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ કરવામા આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો સામેલ થયા હતા.
19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા
વિધાનસભા ગૃહમાં ખ્ચાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. સરકારે સ્વીકાર કર્યો હતો કે ખ્યાતિ હોસ્પિટલે 19 દર્દીઓના ખોટા ઑપરેશન કર્યાનો સ્વીકાર કર્યો હતો. સરકારે સ્વીકાર કર્યો હતો કે ખોટા ઑપરેશન કરીને હોસ્પિટલે સહાય માંગી હતી. સરકારે કહ્યું હતું કે ગેરરીતિ જણાતા સરકારે સહાય ચૂકવી નથી. PM-JAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. મેનેજમેન્ટ અને ડૉક્ટર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ડૉ. પ્રશાંત વજીરાણીને કાયમી ધોરણે બરતરફ કરાયા છે. મેડિકલ કાઉન્સિલે ડૉ. પ્રશાંત વજીરાણીને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. હાલમાં ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ તપાસ ચાલી રહી છે.
Gandhinagar: ખ્યાતિ હોસ્પિટલકાંડ મામલે વિધાનસભામાં સરકારનો સ્વીકાર, 19 દર્દીઓના ખોટા ઓપરેશન કરાયા





















