(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: અશ્વિને 18 વર્ષ જૂનો મુરલીધરનનો તોડ્યો રેકોર્ડ, ધર્મશાલામાં કરી કમાલ
IND vs ENG: ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચ રવિચંદ્રન અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ હતી, જે ખૂબ જ યાદગાર સાબિત થઈ છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને કુલ 9 વિકેટ ઝડપી હતી.
IND vs ENG: ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચ રવિચંદ્રન અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની 100મી મેચ હતી, જે ખૂબ જ યાદગાર સાબિત થઈ છે. અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લઈને કુલ 9 વિકેટ ઝડપી હતી. અશ્વિને થોડા અઠવાડિયા પહેલા જ તેની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટના આંકને સ્પર્શ કર્યો હતો અને તે જે ગતિએ આગળ વધી રહ્યો છે તે સાથે તે ટૂંક સમયમાં 600 વિકેટના આંકને સ્પર્શ કરશે. આ પહેલા અશ્વિને મુથૈયા મુરલીધરનનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે.
🚨 Record Alert 🚨
Most Five-wicket hauls in Test for India! 🔝
Take A Bow, R Ashwin 🙌 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/0P2gQOn5HS — BCCI (@BCCI) March 9, 2024
100મી ટેસ્ટ મેચમાં શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ
તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનના નામે હતો. 2006માં તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 87 રનમાં 3 વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 54 રનમાં 6 વિકેટ ઝડપી હતી. આ રીતે મુરલીધરને સમગ્ર ટેસ્ટ મેચમાં 141 રન આપીને 9 વિકેટ ઝડપી હતી.
હવે રવિચંદ્રન અશ્વિને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ધર્મશાલામાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ શ્રેણીની પાંચમી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં અશ્વિને 51 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં તેણે 77 રનમાં 5 વિકેટ ઝડપી હતી. તેણે આ ટેસ્ટ મેચમાં કુલ 128 રન આપીને 9 વિકેટ લીધી છે. એટલે કે હવે અશ્વિને પોતાની 100મી ટેસ્ટ મેચમાં સૌથી ઓછા રન આપીને સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની સીરીઝ પર નજર કરીએ તો રવિ અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 5 મેચમાં કુલ 26 વિકેટ લીધી છે અને આ યાદીમાં બીજા નંબર પર ઈંગ્લેન્ડનો ટોમ હાર્ટલી છે જેણે એટલી જ મેચોમાં 22 વિકેટ લીધી છે. અશ્વિને આ સિરીઝમાં કુલ 2 વખત એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી હતી.
ભારતે પાંચમી ટેસ્ટ ઇનિંગ અને 64 રનથી જીતી
ભારતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરીઝ 4-1થી જીતી લીધી છે. ધર્મશાળામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઘાતક બોલિંગના આધારે મોટી ઈનિંગમાં જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આખી ટીમ પ્રથમ દાવમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની સદીની ઇનિંગ્સના કારણે ભારતે 477 રન બનાવ્યા અને 259 રનની લીડ લીધી. ઈંગ્લેન્ડની ભારતીય બોલિંગ ટીમ બીજા દાવમાં માત્ર 195 રન જ બનાવી શકી હતી.