(Source: ECI/ABP News/ABP Majha)
IND vs WI: હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઇન્ડિઝમાં રચ્યો ઇતિહાસ, T20માં આવુ કરનારો બન્યો પહેલો ભારતીય ખેલાડી, જાણો
મંગળવારે વૉર્નર પાર્કમાં રમાયેલી ત્રીજી ટી20માં પણ હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આ મેચમાં જે કર્યુ તે અત્યાર સુધી કોઇ ભારતીય ખેલાડી નથી કરી શક્યો.
Ind vs WI 3rd T20, Hardik Pandya: ટીમ ઇન્ડિયાના ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આજકાલ ખુબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આઇપીએલ 2022 થી જ હાર્દિક પંડ્યાનુ રેકોર્ડતોડ પર્દર્શન યથાવત છે. મંગળવારે (2 ઓગસ્ટે) સેન્ટ કિટ્સના વૉર્નર પાર્કમાં રમાયેલી ત્રીજી ટી20માં પણ હાર્દિક પંડ્યાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આ મેચમાં જે કર્યુ તે અત્યાર સુધી કોઇ ભારતીય ખેલાડી નથી કરી શક્યો.
હાર્દિક પંડ્યાએ રચ્યો ઇતિહાસ -
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં 4 ઓવર બૉલિગં કરતાં 4.75 ની ઇકૉનોમીમાં માત્ર 19 રન આપ્યા અને 1 વિકેટ પોતાના નામે કરી, આ વિકેટ હાંસલ કરતાં જ હાર્દિક પંડ્યાએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 50 વિકેટો પુરી કરી, અને બેસ્ટ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. હાર્દિક પંડ્યા ભારતનો પહેલો એવો ખેલાડી બની ગયો છે, જેના નામે ટી20 ક્રિકેટમાં 500 થી વધુ રન છે અને 50 વિકેટ છે. હાર્દિક આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરનારો દુનિયાનો 9મો ખેલાડી બની ગયો છે.
ખાસ વાત છે કે, હાર્દિક પંડ્યા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 50 વિકેટ પુરી કરનારો છઠ્ઠો બૉલર પણ બની ગયો છે. તેના પહેલા આ કારનામુ યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા કરી ચૂક્યો છે.
વળી, ભારત તરફથી ટી20માં સૌથી વધુ વિકેટ લેનારા બૉલરની વાત કરીએ તો તે યુજવેન્દ્ર ચહલ છે. યુજવેન્દ્ર ચહલે ભારત માટે 60 ટી20 મેચોમાં 79 વિકેટો ઝડપીછે.
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?