India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,37,057 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,477 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,334,03,610 લોકો કોરોના મુક્ત થયા છે.
India Corona Cases Today: ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 17,135 નવા કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,37,057 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,477 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,334,03,610 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,84,30,732 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 23,49,651 ડોઝ ગઈકાલે અપાયા હતા.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
- 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.
COVID19 | India records 17,135 new cases in the last 24 hours; Active cases at 1,37,057
— ANI (@ANI) August 3, 2022
આ પણ વાંચોઃ