શોધખોળ કરો

T20: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની આજની ટી20 કોણ જીતશે ? બન્ને વચ્ચે આવા છે રેકોર્ડ, જાણો

ત્રણ મેચોની ટી20 સીરીઝમાં આજે 18 નવેમ્બરે સીરીઝની પહેલી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ રમાઇ રહી છે.

IND vs NZ: આજે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વેલિંગ્ટનમાં આમને સામને ટકરાઇ રહી છે અને આ મુકાબલો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 બાદ પહેલીવાર થઇ રહ્યો છે, બન્ને ટીમોનુ વર્લ્ડકપમાં પરફોર્મન્સ સારુ રહ્યું હતુ, સુપર 12માં રાઉન્ડમાં બન્ને ટીમો ટૉપ પર હતી, જોકે, સેમિ ફાઇનલમાં કીવી ટીમને પાકિસ્તાની ટીમે માત આપી અને ભારતીય ટીમને ઇંગ્લિશ ટીમે હરાવી હતી. બાદમાં ઇંગ્લિશ ટીમ પાકિસ્તાની ટીમને ફાઇનલમાં હારાવીને નવી ટી20 ચેમ્પીયન બની ગઇ હતી. 

ત્રણ મેચોની ટી20 સીરીઝમાં આજે 18 નવેમ્બરે સીરીઝની પહેલી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ રમાઇ રહી છે. સીરીઝ શરૂ થાય તે પહેલા બન્ને ટીમોના હેડ ટૂ હેડ રેકોર્ડ જોવા જોઇએ, જાણો બન્ને ટીમોમાંથી ટી20માં કોનુ પલડુ રહ્યું છે ભારે....... 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે. 

ભારતમાં ટીવી પર પણ થશે લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી20 સીરીઝના પ્રસારણના અધિકાર કોઇ ટીવી ચેનલ પાસે નથી, પરંતુ બુધવારે મોડી સાંજે ભારતીય ફેન્સ માટે આની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ સીરીઝની તમામ મેચોને હવે ભારતમાં ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર જોઇ શકાશે. આ વિશે ડીડી સ્પોર્ટ્સે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર આની જાણકારી આપી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે, આ સીરીઝનો આનંદ તમે ડીડી સ્પોર્ટ્સ (ફ્રી ડિશ અને બીજા ડિશ નેટવર્ક) પરથી ઉઠાવી શકો છો. 

કઇ મોબાઇલ એપ પર જોઇ શકાશે મેચ 
આ સીરીઝને ડિજીટલ પ્રસારણના અધિકાર અમેઝૉનની પ્રાઇમ વીડિયોની પાસે છે, આવામાં તમામ મેચોનું ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્રાઇમ વીડિયો પર જોઇ શકાશે. જોકે આ માટે ફેન્સને પૈસા પણ ખર્ચવા પડશે અને અમેઝૉનની આ ઓટીટી એપ માટે સબ્સક્રિપ્શન લેવુ પડશે.

શું હશે મેચનું ટાઇમિંગ - 
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે પહેલી ટી20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ માટે ટૉસનો સિક્કો અડધા કલાક પહેલા એટલે કે સવારે 11:30 વાગ્યાથી ઉછાળવામાં આવશે. 

ક્યાં રમાશે પહેલી ટી20 મેચ 
સીરીઝની પહેલી મેચ વેલિંગટનના સ્કાય સ્ટેડિયમમાં રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Embed widget