શોધખોળ કરો

IPL2024: 14 વર્ષ પછી મુંબઈ ઇન્ડિયન્સ છોડશે રોહિત શર્મા! હાર્દિકથી કંટાળીને લઈ શકે છે મોટો નિર્ણય

IPL 2024: આઈપીએલ 2024 ની શરૂઆત પહેલા, જ્યારે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યો, ત્યારે રોહિત અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચારોએ જોર પકડ્યું.

IPL 2024: આઈપીએલ 2024 ની શરૂઆત પહેલા, જ્યારે રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવ્યો, ત્યારે રોહિત અને હાર્દિક વચ્ચે અણબનાવના સમાચારોએ જોર પકડ્યું. હવે એક અહેવાલમાં એક મોટો ખુલાસો થયો છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ખુશ નથી અને સિઝનની સમાપ્તિ પછી MI ફ્રેન્ચાઈઝી છોડી શકે છે. અત્યાર સુધી અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ દર્શકોએ હાર્દિક પંડ્યાને જોરદાર ટ્રોલ કર્યો હતો. હાર્દિકની ખાસ કરીને તેની નબળી કેપ્ટનશીપ માટે ટીકા કરવામાં આવી રહી છે કારણ કે MI અત્યાર સુધી IPL 2024માં તેની ત્રણેય મેચ હારી ચૂક્યું છે.

શું રોહિત શર્મા MI છોડી દેશે?
ન્યૂઝ 24ના અહેવાલ મુજબ, રોહિત શર્મા વર્તમાન IPL સિઝન પછી MI ફ્રેન્ચાઇઝી છોડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપથી બિલકુલ ખુશ નથી. આ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે આ અણબનાવનું મુખ્ય કારણ એ છે કે રોહિતને હાર્દિકની કેપ્ટન્સી બિલકુલ પસંદ નથી.

આ બંને ખેલાડીઓ ટીમના વરિષ્ઠ સભ્યો છે, પરંતુ બંને મેદાન પરના ઘણા નિર્ણયો પર એકમત નથી રહ્યા, જેની સીધી અસર ટીમના પ્રદર્શન પર પડી રહી છે. તેમની વચ્ચે ચાલી રહેલા અણબનાવને કારણે એમઆઈના ડ્રેસિંગ રૂમના વાતાવરણ પર પણ વિપરીત અસર થઈ રહી છે.

શું રોહિત શર્માને ફરીથી કેપ્ટન્સી મળશે?
ન્યૂઝ 24ના આ જ અહેવાલ મુજબ, રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ મોટા નિર્ણય પહેલા હાર્દિક પંડ્યાને વધુ 2 તક આપવામાં આવી શકે છે. આ પહેલીવાર નથી કે જ્યારે આવી અફવાઓએ વેગ પકડ્યો હોય, તેથી રોહિતને ફરીથી સુકાનીપદ મળવાની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે.

રોહિત શર્માના નામે નોંધાયેલ અનિચ્છનીય રેકોર્ડ

IPLના ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્મા દિનેશ કાર્તિક સાથે ટોચ પર પહોંચી ગયો છે. આ રીતે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટનના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાઈ ગયો છે. અત્યાર સુધી, રોહિત શર્મા સિવાય, દિનેશ કાર્તિક IPL ઇતિહાસમાં 17 વખત શૂન્ય પર આઉટ થયો છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન ગ્લેન મેક્સવેલ છે. અત્યાર સુધી ગ્લેન મેક્સવેલ રેકોર્ડ 15 વખત શૂન્ય પર પેવેલિયન પહોંચ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર

Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ

ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી

Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ | દિવસે બંધ કરાવો ડમ્પરHun To Bolish: હું તો બોલીશ | રાજનીતિમાં મહિલાઓનું માન કેમ નહીં?Surendranagar: ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલે મ્રુતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યોBhavnagar: રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, 26 વર્ષીય ચેતન ભાલિયા નામના યુવકનું મોત નીપજ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર

Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો

2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર

ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'

Embed widget