શોધખોળ કરો

તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ

બન્ને ખેલાડીઓ ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં ચેન્નાઇમાં હતા, અને સાથે થયેલી જાહેરાતથી ફેન્સમાં તર્કવિતર્ક શરૂ થઇ ચૂક્યા હતા. આને લઇને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ છે, જેમાં બન્નેના રિટાયરમેન્ટ પાછળનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ શનિવારે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ, બન્નેના આ અચાનકના સન્યાસ પાછળ બધા ચોંકયા. મહેન્દ્ર સિંહ ધોની ગઇકાલે ક્રિકેટથી દુર થઇ ગયો, તેને સાંજે 7.29 મિનીટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયમેન્ટની જાહેરાત કરી દીધી. તેને સોશ્યલ મીડિયા પર લખ્યું- ધન્યવાદ, તે પ્રેમ અને સમર્થન માટે. ખુબ ખુબ ધન્યવાદ. આજે સાત વાગેને 29 મિનીટે મને રિટાયર સમજો. બસ, ત્યારબાદ ગણતરીની મિનીટોમાં જ સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. બન્નેએ સોશ્યલ મીડિયા પર આ વાતની જાણકારી આપી. બન્ને ખેલાડીઓ ચેન્નાઇ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પમાં ચેન્નાઇમાં હતા, અને સાથે થયેલી જાહેરાતથી ફેન્સમાં તર્કવિતર્ક શરૂ થઇ ચૂક્યા હતા. આને લઇને સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ વાયરલ થઇ છે, જેમાં બન્નેના રિટાયરમેન્ટ પાછળનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે. વાયરલ પૉસ્ટમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળનુ કારણ સ્વતંત્રતાના 73માં વર્ષ સાથે જોડાયેલુ છે. ભારતના પૂર્વ કેપ્ટન ધોનીની જર્સી નંબર 7 છે, અને રૈનાની જર્સીન નંબર 3 છે. બન્ને ટીમ ઇન્ડિયામાં આ નંબરની જર્સી પહેરે છે. જો આ બન્ને આંકડા જોડાઇ જાય તો આ 73 થઇ જાય છે. આમ આ કારણ સામે આવી રહ્યું છે.
ધોની અને રૈના હાલ ચેન્નાઇમાં સીએસકેના કેમ્પમાં છે. પ્રી-સિઝન કેમ્પમાં ભાગ લઇ રહ્યાં છે. આ કેમ્પ 15 ઓગસ્ટથી શરૂ થયો છે અને આ મહિનાની 20 તારીખે પુરો થઇ જશે. આ પછી ટીમ આઇપીએલ માટે યુએઇ રવાના થશે. ભારતમાં ખતરનાક કોરોના વાયરસના કારણે આ વખતની આઇપીએલ 13 સિઝન યુએઇમાં રમાવવાની છે, જેનું આયોજન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી કરવામાં આવશે.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે. તો આ કારણે ધોની અને રૈનાએ 15 ઓગસ્ટે એકસાથે ક્રિકેટમાંથી લઇ લીધો સન્યાસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
Embed widget