શોધખોળ કરો

કોલંબો ટેસ્ટ: ઋષભ પંતની ઈજા પર આવ્યું મોટું અપડેટ, જાણો શું તે કાલે બેટિંગ કરી શકશે?

પુલ શોટ રમતી વખતે કાંડામાં ઈજા થતાં પંત 3 રને રિટાયર્ડ હર્ટ થયો હતો, હવે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે તેની ફિટનેસ અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બીજી ટેસ્ટમાં ઋષભ પંત કાંડાની ઈજાથી રિટાયર્ડ થયો.
  • પંત સંપૂર્ણ સ્વસ્થ, કાલે બેટિંગ કરશે - કોચનો ખુલાસો.
  • દેવદત્ત પડિકલે શાનદાર સદી ફટકારી, ગિલનું અર્ધશતક.
  • ભારતે પ્રથમ દિવસના અંતે 300/5 રન બનાવ્યા.

Rishabh Pant Injury Update: શ્રીલંકા સામે કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે જ ક્રિકેટ ચાહકો અને ટીમ ઈન્ડિયાનું ટેન્શન ત્યારે વધી ગયું, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતને ગંભીર ઈજા પહોંચી. જોકે, હવે તેના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

શોર્ટ બોલ પર પુલ શોટ મારવા જતાં વાગ્યો માર

મેચની વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દિવસની રમતના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 300 રન બનાવી લીધા છે. પરંતુ દિવસના છેલ્લા સેશનમાં એક શોર્ટ બોલ પર પુલ શોટ મારવા જતાં પંતના કાંડાના હાડકામાં જોરદાર બોલ વાગ્યો હતો.

આ ઈજાના કારણે પંત માત્ર 3 રનના વ્યક્તિગત સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો હતો. તેના ગયા પછી ભારતે વધુ બે વિકેટ ગુમાવી દીધી, છતાં પંત ફરીથી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ન હતો, જેથી તેની ઈજાને લઈને ચિંતા વધી ગઈ હતી.

બેટિંગ કોચે આપી ખુશખબર: પંત સંપૂર્ણ ફિટ છે!

હવે બધાની નજર બીજા દિવસની રમત પર ટકેલી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પંતની ફિટનેસ પર એક મોટું અપડેટ આપ્યું છે.

કોટકે પત્રકારોના સવાલનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું છે કે, "પંત હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને મને નથી લાગતું કે કાલે તેને બેટિંગ કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નડવી જોઈએ."

આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે પંતની ઈજા મટી ગઈ છે અને તે બીજા દિવસે મેદાન પર પોતાનો કમાલ બતાવવા પાછો આવી શકે છે.

ભારતીય ટીમને 400 કે તેથી વધુના મોટા સ્કોર સુધી પહોંચવા માટે પંતની આ ઇનિંગ ખૂબ જ મહત્વની રહેશે. તમને યાદ જ હશે કે, અગાઉ ગેલ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ પંતે શાનદાર અડધી સદી ફટકારીને પોતાનો દમ બતાવ્યો હતો.

આ પણ વાંચોઃ કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

દેવદત્ત પડિકલની શાનદાર સદી

મેચના પહેલા દિવસે યુવા બેટ્સમેન દેવદત્ત પડિકલે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.

તેણે 117 રનની શાનદાર સદી ફટકારીને ભારતને 300 રનના આંકડા સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત કેપ્ટન શુભમન ગિલ, જે ગેલ ટેસ્ટમાં કંઈ ખાસ નહોતો કરી શક્યો, તેણે પણ ફોર્મમાં પરત ફરતાં 50 રન બનાવ્યા હતા.

જોકે, દિવસના અંતિમ સેશનમાં બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ રમત પૂરી થાય તે પહેલા જ 43 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

Frequently Asked Questions

ઋષભ પંતને શા માટે ઈજા થઈ?

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં શોર્ટ બોલ પર પુલ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે ઋષભ પંતના કાંડા પર બોલ વાગ્યો હતો. આ ઈજાને કારણે તે 3 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો.

ઋષભ પંતની ઈજા વિશે શું અપડેટ છે?

ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું છે કે ઋષભ પંત સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમને આશા છે કે પંત બીજા દિવસે બેટિંગ કરવા માટે કોઈ સમસ્યા નહીં અનુભવે.

પહેલા દિવસે કયા ભારતીય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું?

પહેલા દિવસે દેવદત્ત પડિકલે 117 રનની શાનદાર સદી ફટકારી. કેપ્ટન શુભમન ગિલે પણ ફોર્મમાં પરત ફરતા 50 રન બનાવ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં લગાવી લાંબી છલાંગ, ઈશાન કિશન અને અભિષેક શર્મા વચ્ચે નંબર વનની જંગ 
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
સચિનના આ 3 મહારેકોર્ડ ક્યારેય નહીં તૂટે! કોહલી અને રૂટ પણ પહોંચી શકશે નહીં
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 4થી T20 મેચ: શું વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક મળશે?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
'તેને બીજી તક મળવી જોઈએ': પૂજારાએ આ ફ્લોપ સ્ટારના સમર્થનમાં શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Embed widget