Rishabh Pant: ભારતના આ ધાકડ ખેલાડી સાથે 45 મિનિટ વાત કર્યા બાદ પંતે રમી વિસ્ફોટક ઈનિંગ, પોતે જ કર્યો ખુલાસો
Rishabh Pant Tweet: ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની છેલ્લી મેચમાં વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતે તોફાની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પંતે એક ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
Rishabh Pant: ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની છેલ્લી મેચમાં વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતે તોફાની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. રિષભ પંતની મેચ વિનિંગ ઇનિંગ્સ બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ યુવરાજ સિંહનું એક ટ્વિટ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. યુવરાજે આ ટ્વીટ દ્વારા પંતની વિસ્ફોટક ઇનિંગ પાછળ પોતાનો હાથ હોવાનું જણાવ્યું હતું. યુવરાજના આ ટ્વીટનો જવાબ આપીને હવે પંતે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
યુવરાજ સિંહે કર્યા આ દાવો
રિષભ પંતે માન્ચેસ્ટર વનડેમાં ઐતિહાસિક ઈનિંગ રમી હતી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. રિષભ પંતની આ ઇનિંગ બાદ યુવરાજ સિંહે એક ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં યુવરાજે રિષભ પંતના વખાણ કરતા લખ્યું, 'એવું લાગે છે 45 મિનિટની વાતચીત સમજમાં આવી!! પંત સારુ રમ્યો, આ જ રીતે તમે તમારી ઇનિંગ્સને ગતિ આપતા રહો. હાર્દિકની ઇનિંગ્સ જોવી ખૂબ જ સારી રહી. પરંતુ તમામ ચાહકોના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે શું ખરેખર યુવરાજના કારણે જ પંતે આટલી શાનદાર બેટિંગ કરી હતી, હવે પંતે પોતે જ આનો જવાબ આપ્યો છે.
It did, indeed Yuvi pa 🙏😉 https://t.co/Yl8FBF648R
— Rishabh Pant (@RishabhPant17) July 18, 2022
પંતે યુવરાજના ટ્વીટનો જવાબ આપ્યો
નોંધનિય છે કે, રિષભ પંતે રવિવારે ઇંગ્લેન્ડ સામેની નિર્ણાયક વનડેમાં 110.61ની સ્ટ્રાઇક રેટથી 113 બોલમાં 125 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 16 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. હવે પંતે યુવરાજના ટ્વીટનો જવાબ આપ્યો છે. રિષભ પંતે ટ્વીટ કરીને લખ્યું, 'હા, તેની અસર પડી યુવી પા'. રિષભ પંતે ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે મેચ પહેલા યુવરાજ સિંહે તેની સાથે 45 મિનિટ વાત કરી અને તેને સમજાવ્યો હતો.
8 વર્ષ બાદ રચાયો ઈતિહાસ
રિષભ પંતની શાનદાર ઈનિંગ બાદ જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 3 મેચની શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં 2014 બાદ પ્રથમ વખત વનડે શ્રેણી જીતી છે. તો બીજી તરફ, માન્ચેસ્ટરના મેદાન પર, તે 39 વર્ષ બાદ ઇંગ્લેન્ડને હરાવવામાં સફળ રહી હતી. આ મેચમાં રિષભ પંત સિવાય હાર્દિક પંડ્યાએ પણ 71 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી.