Rishabh Pant Returns: આ સિરીઝ પહેલા સંપૂર્ણરીતે ફીટ થઈ જશે રિષભ પંત, જાણો ક્યારે કરશે મેદાનમાં એન્ટ્રી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિષભ પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં પહેલા કરતા ઘણી સારી મુવમેન્ટ છે અને તે દરરોજ વધુ રિકવરી આવી રહી છે. સ્ટમ્પની પાછળ વિકેટકીપર માટે સિટ-અપ ડ્રિલ્સમાં પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે.
![Rishabh Pant Returns: આ સિરીઝ પહેલા સંપૂર્ણરીતે ફીટ થઈ જશે રિષભ પંત, જાણો ક્યારે કરશે મેદાનમાં એન્ટ્રી rishabh-pant-will-gain-match-fitness-level-by-the-england-test-series-set-to-return-for-ipl-2024 Rishabh Pant Returns: આ સિરીઝ પહેલા સંપૂર્ણરીતે ફીટ થઈ જશે રિષભ પંત, જાણો ક્યારે કરશે મેદાનમાં એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/29/942ada60198fc4ea74589cbddc1a2b9a1693303606418428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rishabh Pant Returns: ટીમ ઈન્ડિયાના મજબૂત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની મેદાનમાં વાપસીને લઈને એક નવું અપડેટ આવ્યું છે. એક રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રિષભ પંત ઈંગ્લેન્ડ વિરુદ્ધ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન તેની મેચ ફિટનેસ સંપૂર્ણ રીતે પાછી મેળવી લેશે. જોકે, તે આ ટેસ્ટ સિરીઝનો ભાગ નહીં હોય.
IPL 2024માં સીધો મેદાન પર જોવા મળશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિષભ પંતના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં પહેલા કરતા ઘણી સારી મુવમેન્ટ છે અને તે દરરોજ વધુ રિકવરી આવી રહી છે. સ્ટમ્પની પાછળ વિકેટકીપર માટે સિટ-અપ ડ્રિલ્સમાં પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. તેની રિકવરી અને ફિટનેસ લેવલની પ્રગતિને જોતા, એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં તે મેદાનમાં ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. જોકે, BCCI તેના કેસમાં ઉતાવળ કરવા માંગતું નથી. આવી સ્થિતિમાં તેને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં તક નહીં મળે. હવે તે IPL 2024માં સીધો મેદાન પર જોવા મળશે.
દિલ્હી કેપિટલ્સનું પણ નિવેદન આવ્યું સામે
આ અઠવાડિયે, દિલ્હી કેપિટલ્સે પણ તેની ફિટનેસ અપડેટ શેર કરી. ફ્રેન્ચાઇઝીએ કહ્યું હતું કે, રિષભ પંત હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે. આશા છે કે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં તેની સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવી લેશે. જોકે, IPLમાં તેની ભાગીદારી NCA મેનેજરોની સંમતિ પર જ નિર્ભર રહેશે. ફ્રેન્ચાઇઝીએ તેની વિકેટકીપિંગની ઓછી તકો સાથે સંબંધિત પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો. આ જવાબમાં કહેવામાં આવ્યું હતું કે BCCI ગ્રીન સિગ્નલ આપશે તો જ રિષભ IPLમાં વિકેટકીપિંગ કરશે. અન્યથા તે માત્ર બેટિંગ અને ફિલ્ડિંગ પર ધ્યાન આપશે.
ગયા વર્ષે એક અકસ્માત થયો હતો
રિષભ પંત ગયા વર્ષના અંતમાં એક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ પછી તેના જમણા ઘૂંટણની સર્જરી કરાવવી પડી. ત્યારથી અત્યાર સુધી તે ક્રિકેટના મેદાનથી અંતર જાળવી રહ્યો છે. ઘૂંટણની સર્જરીના કારણે પંત ભવિષ્યમાં ક્યારેય વિકેટ કીપિંગ કરી શકશે નહીં તેવો ડર છે. આનું કારણ એ છે કે વિકેટકીપરના ઘૂંટણ પર અન્ય ખેલાડીઓની સરખામણીએ વધુ જોર હોય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)