શોધખોળ કરો

એક સમયે વર્લ્ડનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર આજે થઈ ગયો છે જોરદાર જાડિયો પણ હજુ સ્વિંગની ધાર ખતરનાક...

Road Safety T20 World Series 2021: હોગાર્ડે ઈંગ્લેન્ડ તરફથી 67 ટેસ્ટ અને 26 વન ડે મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 248 વિકેટ અને 32 વિકેટ ઝડપી છે.

નવી દિલ્હીઃ રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં મંગળવારે રાત્રે ઈંગ્લેન્ડ લેજેન્ડ્સ અને ભારત લેજેન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 188 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી કેવિન પીટરસને 37 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક  75 રન બનાવ્યા હતા.

189 રનનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. 17 રન સુધીમાં જ સેહવાગ, કૈફ, સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 99 રન પર છ વિકેટ થઈ ગયો ત્યારે મેચ એક તરફી બની જશે તેમ લાગતું હતું. પરંતુ સાતમી વિકેટ પડ્યા બાદ ઈરફાન પઠાણ અને મનપ્રીત ગોનીએ ધૂંઆધાર બેટિગ કરી હતી તેમ છતાં ઈન્ડિયા લેજેન્ડ્સ 7 વિકેટના નુકસાન પર 182 રન બનાવી શક્યું હતું અને 6 રનથી પરાજય થયો હતો.

કેવિન પીટરસનને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચમાં ઈરફાન પઠાણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. તેણે 28 રનમાં 2 વિકેટ લેવાની સાથે અણનમ 61 રન બનાવ્યા હતા. તેમ છતાં મેચ જીતાડી શક્યો નહોતો. મેચ દરમિયાન સૌની નજર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર હોગાર્ડ પર હતી.

રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ રમવા આવેલા હોગાર્ડનું વજન ખૂબ વધી ગયું હતું. તેમ છતાં તેની બોલિંગની ધાર એવીને એવી જ હતી. હોર્ગાર્ડે 2 ઓવરમાં 18 રન આપીને 1 વિકેટ ઝડપી લીધી હતી. તેણે ભારતના આક્રમક ઓનપર સેહવાગને 11 રનના સ્કોર પર પેવેલિયન મોકલીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો.

હોગાર્ડે ઈંગ્લેન્ડ તરફથી 67 ટેસ્ટ અને 26 વન ડે મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 248 વિકેટ અને 32 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 7 વિકેટ છે અને ટેસ્ટમાં 7 વખત 5 વિકેટ લીધી છે. જ્યારે વન ડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 49 રનમાં 5 વિકેટ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget