Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશ
દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશ
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મેડીકલ માફીયાઓની પોલ એક પછી એક સામે આવી રહી છે....ક્રાઇમ બ્રાંચની ટીમે પાત્રતા વગરના લોકોને PM-JAY કાર્ડ બનાવી આપનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે.....આ ટોળકીએ એક-બે નહીં પરંતુ 3 હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપીને કૌભાંડ આચર્યું....અમદાવાદ, ભાવનગર અને સુરતના 6 લોકોએ સરકારને મોટાપાયે ચૂનો લગાવ્યો...આરોપીઓ નકલી પુરાવાના આધારે અસલી PM-JAY કાર્ડ બનાવી આપતા હતા...અને દર્દી પાસે PMJAY કાર્ડ કાઢવા 2 થી 5 હજાર લેતા હતા....ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અમદાવાદ, ભાવનગર અને સુરતમાં કેટલાક લોકો બોગસ આવકનું પ્રમાણપત્ર ઉભુ કરીને PM-JAY કાર્ડ બનાવી રહ્યા છે....બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવીને 6 લોકોની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી....તપાસ દરમિયાન સામે આવ્યુ કે, આ ગેંગએ ત્રણ હજાર લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું....ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ કૌભાંડ ચાલતું હોય તેવી આશંકા છે...આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે તેમની પર પણ તવાઈ આવી શકે છે....કારણ કે, તેમની સંડોવણી વગર આ કાર્ડ બની જ ન શકે....કાર્તિક પટેલ...ચિરાગ રાજપૂત...નિમેશ ડોડિયા...મોહમ્મદફઝલ શેખ....મોહમ્મદઅસ્પાક શેખ....નરેન્દ્રસિંહ ગોહિલ...ઈમ્તિયાઝ...રાશિદ....ઈમરાન જાબીર હુસેન કારીગર....નિખિલ પારેખ સામે ગુનો નોંધાયો છે....
આ ગેંગએ 3 હજાર કાર્ડમાંથી ખ્યાતિ હોસ્પિટલને 100 જેટલા PM-JAY કાર્ડ બનાવી દીધા છે....PMJAY યોજનાનું કાર્ડ બનાવવા 2-3 દિવસનો સમય લાગે છે....ખ્યાતિ હોસ્પિટલમાં તાત્કાલિક કાર્ડ કાઢી આપતા હતા...કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ. 1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદાજુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો....