Road Safety World Seriesમાં આજે કરો યા મરો જંગ, કઇ બે લીજેન્ડ્સ ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવા ટકરાશે, જાણો વિગતે
કેવિન પીટરસનની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ અત્યારે 12 પૉઇન્ટની સાથે પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે, જ્યારે બ્રાયન લારાની આગેવાનીવાળી વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ ટીમ 8 પૉઇન્ટ સાથે પાંચમા નંબર પર છે. ઇંગ્લેન્ડની પાસે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને 16 પૉઇન્ટ પોતાના નામે કરવાનો મોકો છે. ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે
રાયપુરઃ રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20ની 16મી મેચમાં મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સનો સામનો ઇંગ્લેન્ડ લીજેન્ડ સામે થશે. મેચ છત્તીસગઢની રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચને જીતનારી ટીમ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી જશે, જ્યારે હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી જશે.
કેવિન પીટરસનની કેપ્ટનશીપ વાળી ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ અત્યારે 12 પૉઇન્ટની સાથે પૉઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે, જ્યારે બ્રાયન લારાની આગેવાનીવાળી વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ ટીમ 8 પૉઇન્ટ સાથે પાંચમા નંબર પર છે. ઇંગ્લેન્ડની પાસે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને 16 પૉઇન્ટ પોતાના નામે કરવાનો મોકો છે. ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ચૂક્યા છે.
જોકે, ટૂર્નામેન્ટના આગળના લેવલમાં પ્રવેશ કરવા માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમને માત્ર જીત સાથે ચાર પૉઇન્ટ મેળવવાની જરૂર નથી પરંતુ સાથે સાથે નેટ રન રેટ પણ સારી કરવી પડશે. અત્યારે વેસ્ટ ઇન્ડિઝની રન રેટ -0.352 છે, જ્યારે ઇંગ્લેન્ડની નેટ રન રેટ -1.470 છે. જો ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ ટીમને હરાવી દે છે તો તે આસાનીથી નેક્સ્ટ લેવલ પર પહોંચી જશે, પરંત વેસ્ટ ઇન્ડિઝને સેમિફાઇનલમાં પહોંચવા માટે બેસ્ટ રન રેટની સાથે જીત મેળવવી જરૂરી છે.
બન્ને લીજેન્ડ્સની સંભવિત ટીમો....
ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ- કેવિન પીટરસન (કેપ્ટન), ડેરેન મેડી, ગેવિન હેમિલ્ટન, જેમ્સ ટિન્ડલ, જિમ ટ્રૉટન, જોનાથન ટ્રૉટ, ક્રિસ સ્કૉફિલ્ડ, ક્રિસ ટ્રેમલેટ, જેમ્સ ટ્રેડવેલ, કબીર અલી, મેથ્યૂ હોગાર્ડ, મૉન્ટી પાનેસર, રિયાન સાઇડબૉટમ, સાજિદ મહેમૂદ, ઉસ્માન અફઝલ.
વેસ્ટ ઇન્ડિઝ લીજેન્ડ્સ- બ્રાયન લારા (કેપ્ટન), નરસિંહ ડૉનરેન, એડમ સેનફોર્ડ, દીનાનાથ રામનારેન, પ્રેડો કૉલિન્સ, રિયાન ઓસ્ટિન, સુલેમાન બેન, ટીનો બેસ્ટ, કાર્લ હૂપર, ડ્વેન સ્મિથ, મહેન્દ્ર નાગામુટૂ, રિડલી જેકબ્સ, વિલિયમ પાર્કિંગ્સ.
નોંધનીય છે કે ગયા વર્ષથી રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની શરૂઆત થઇ હતી, પરંતુ કોરોનાના વધતા પ્રકોપના કારણે આ સીરીઝને અધવચ્ચેથી પડતી મુકવામાં આવી હતી. આ વર્ષે અધુરી સીરીઝની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝની ફાઇનલ 21 માર્ચ 2021ના દિવસે રમાશે.