શોધખોળ કરો
Advertisement
Road Safety World Series: સેહવાગે રમી ધમાકેદાર ઇનિંગ, ઇન્ડિયા લીજેન્ડ્સની 10 વિકેટે જીત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશ લીજેન્ડ્સે 109 રન બનાવ્યા. ભારતીય ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ.
Road Safety World Series: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની મેચમાં ઇન્ડિયા લીજેન્ડ્સે શાનદાર શરૂઆત કરતાં બાંગ્લાદેશ લીજેન્ડ્સને 10 વિકેટ હરાવ્યું છે. ઇન્ડિયા માટે જીતના હીરો વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની જોડી રહી જેણે 110 રનનો ટાર્ગેટ માત્ર 10.1 ઓવરમાં જ મેળવી લીધો. વિરેન્દ્ર સેહવાગે 35 બોલમાં શાનદાર 80 રનના ઇનિંગ રમી. સચિન તેંડુલકરે 33 રન બનાવીને અણનમ રહ્યા.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશ લીજેન્ડ્સે 109 રન બનાવ્યા. ભારતીય ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ. વીરેન્દ્ર સેહવાગે માત્ર 20 બોલરમાં જ પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી. આ ટૂર્નામેન્ટની સૌથી ઝડપી હાફ સેન્ચુરી લગાવવા દમરિયાન સેહવાગે મોહમ્મદ રફીક દ્વારા ફેંકવામાં આવેલ પ્રથમ ઓવરમાં જ 19 રન બનાવ્યા. આ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
ત્યાર બાદ સેહવાગે મોહમ્મદ શરીફ દ્વારા ફેંકવામાં આવેલ બીજી ઓવરમાં પણ 10 રન લીધા. ત્રીજી ઓવરમાં આલમગીર કબીરે ફેકીં અને આ વખતે સચિન તેંડુલકરે બે ચોગ્ગા સહિત 10 રન લીધા. બન્નેએ ચાર ઓવરમાં જ 50 રનની ભાગીદારી કરી લીધી હતી. ત્યાર બાદ બન્નેએ 8.5 ઓવરમાં 100 રનની ભાગેદારી કરી હતી. સેહવાગે છક્કો મારીને ટીમને જીત અપાવી હતી.
ઇન્ડિયા લીજેન્ડ્સના સ્પિનર્સની શાનદાર બોલિંગ
આ પહેલા બાંગ્લાદેશ લીજેન્ડ્સે સારી શરૂઆત કરી પરંતુ બાદમાં ઇન્ડિયા લીજેન્ડ્સે તેના પર ગાળીયો કસતા ટીમ 19.4 ઓવરમાં માત્ર 109 રન જ બનાવી શકી હતી. મોહમ્મદ નજીમુદ્દીન (49 રન, 33 બોલ, 8 ચોગ્ગા અને 1 છગ્ગો)ની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની ટીમને શરૂઆતની છ ઓવરમાં સારા રન બનાવ્યા પરંતુ 59ના સ્કોર પર જાવેદર ઉમરની વિકેટ પડતા જ બાંગ્લાદેશની ટીમ ધરાશાયી થઈ ગઈ.
નજીમુદ્દીન 68ના સ્કોર પર આઉટ થયો અને બાદમાં બાંગ્લાદેશની ટીમ સતત વિકેટ ગુમાવતી ગઈ. કેપ્ટન મોહમ્મદ રફીકની વિકેટ 71ના સ્કોર પર પડી જ્યારે નફીસ ઇકબાલ (7) 76ના કુલ સ્કોર પર આઉટ થયો.
ઇન્ડિયા લીજેન્ડ્સ તરફતી સ્પિન બોલર પ્રજ્ઞાન ઓઝાએ શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં 12 રન આપીને 2 વિકેટ લીધી. યુવરાજ સિંહ અને વિનય કુમારે પણ બે બે વિકેટ લીધી. યૂસુફ પઠાણ તથા મનપ્રીત ગોનીએ પણ એક એક વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement