Asia Cup પછી Road Safety World Series યોજાશે, સચિન તેંડૂલકર હશે ઈન્ડિયા લેજેન્ડ્સનો કેપ્ટન
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સિઝનની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ સિરીઝ 10 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રમાશે.
Road Safety World Series 2: રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી સિઝનની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ સિરીઝ 10 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રમાશે. એટલે કે, એશિયા કપ 2022 (27 ઓગષ્ટ થી 11 સપ્ટેમ્બર) પછી તરત જ ક્રિકેટ પ્રેમીઓને નવી સિરીઝની રાહ નહી જોવી પડે. ખાસ વાત એ પણ છે કે, આ વર્લ્ડ સિરીઝમાં સચિન તેંડૂલકર (Sachin Tendulkar) અને યુવરાજ સિંહ સહિત એ બધા પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનું રમવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે જે આ પહેલાંની સિરીઝમાં જોવા મળ્યા હતા.
આ દિગ્ગજ હશે ઈન્ડિયા લીજેન્ડ્સની ટીમમાંઃ
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝનમાં સચિન તેંડૂલકરે ઈન્ડિયા લીજેન્ડ્સ ટીમની કપ્તાની સંભાળી હતી. આ વખતે પણ સચિન જ આ ટીમની કમાન સંભાળશે. સચિનની સાથે યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, રાહુલ શર્મા જેવા ખેલાડીઓ પણ હશે. અત્યાર સુધી મળેલી જણાકારી મુજબ બધા 7 ખેલાડીઓ લખનઉમાં ભેગા થશે. લખનઉના જ સ્ટેડિયમમાં 10 થી 15 સપ્ટેમ્બર વચ્ચે શરુઆતની 7 મેચ રમાડવામાં આવશે. આ પછીના 5 મેચ જોધપુરમાં (16-19 સપ્ટેમ્બર), 6 મેચ કટકમાં (21-25 સપ્ટેમ્બર) અને પછી છેલ્લી લેગ અને નોક આઉટ મેચ હૈદરાબાદમાં 27 થી 2 ઓક્ટોબર દરમિયાન રમાશે.
આ વખતે 8 દેશોની ટીમો ભાગ લેશેઃ
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝનમાં સાત ટીમોએ ભાગ લીધો હતો. આ વખતે બીજી ટીમ 'ન્યૂઝીલેન્ડ લિજેન્ડ્સ'નો પણ ઉમેરો થયો છે. આમ, આ વખતે ઈન્ડિયા લિજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ, શ્રીલંકા લિજેન્ડ્સ, વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સ, સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ, બાંગ્લાદેશ લિજેન્ડ્સ, ઈંગ્લેન્ડ લિજેન્ડ્સ અને ન્યુઝીલેન્ડ લિજેન્ડ્સ સહિત કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ગઈ સિઝનમાં ઈન્ડિયા લેજેન્ડ્સ આ સિરીઝમાં ચેમ્પિયન બની હતી.
આ પણ વાંચોઃ
Microsoft એ દૃષ્ટિહીન સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી, જાણો કેટલા લાખ રૂપિયાનું પેકેજ આપ્યું
IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં કરી મોટા પાયે ભરતી, જાણો TCS, Wipro અને Infosys એ કેટલી નવી નોકરીઓ આપી